Home /News /national-international /વીડિયો કોલ પર પત્ની સાથે વાત કરી રહ્યો હતો પતિ, મિત્રએ કહ્યું- મારે પણ જોવું છે, અને પછી...
વીડિયો કોલ પર પત્ની સાથે વાત કરી રહ્યો હતો પતિ, મિત્રએ કહ્યું- મારે પણ જોવું છે, અને પછી...
એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
Bengaluru Crime News: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં એક દુકાનમાં કામ કરતો વ્યક્તિ તેની પત્ની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન તેની સાથે કામ કરતો એક વ્યક્તિ આવ્યો અને તેણે કહ્યું કે, તે પણ તેની પત્નીને જોવા માંગે છે. જેથી બંને વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ તેના મિત્ર પર કાતર વડે હુમલો કરી દીધો.
બેંગ્લોર: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક રિપોર્ટ પ્રમાણે 56 વર્ષના એક વ્યક્તિએ કથિત રીતે તેના સાથીદાર પર કાતરથી હુમલો કરી દીદો હતો. મળતી વિગતો પ્રમાણે હુમલો કરનાર વ્યક્તિની ઓળખ સુરેશ વી. કે નામથી થઈ છે. જણાવામાં આવી રહ્યું છે કે, સુરેશે તેના મિત્ર રાજેશ મિશ્રા પાસેથી માંગ કરી હતી કે તે તેની પત્નીને વીડિયો કોલ પર જોવા માંગે છે. રાજેશે સુરેશને ના પાડી, ત્યારપછી આ હુમલો થયો હતો. હાલ પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પોલીસે આરોપીની કરી હતી ધરપકડ
ધી ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે સુરેશ એચએસઆર લેઆઉટનો રહેવાસી છે, જ્યારે રાજેશ કોરમંગલા પાસે વેંકટાપુરામાં રહે છે. બંને HSR લેઆઉટ સેક્ટર IIમાં એક દુકાનમાં દરજી-કમ-સેલ્સમેન તરીકે કામ કરતા હતા. મળતી માહિતી પ્રમાણે રાજેશ મિશ્રા સોમવારે પત્ની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા. દરમિયાન સુરેશ ત્યાં પહોંચી ગયો હતો અને દરમિયાનગીરી કરવા લાગ્યો હતો.
આરોપી સુરેશે રાજેશને કહ્યું કે, તે તેની પત્નીને જોવા માંગે છે. આ સાંભળીને રાજેશ ગુસ્સે થઈ ગયો. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં સુરેશે રાજેશ પર કાતર વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં રાજેશ ઘાયલ થયો હતો. રાજેશને ઇજા પહોંચાડ્યા બાદ આરોપી સુરેશ સ્થળ પરથી નાસી ગયો હતો. ત્યારબાદ દુકાનમાં હાજર અન્ય સાથીદારો ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ ગયા. ફરિયાદ બાદ પોલીસે આરોપી સુરેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે ઘટનાના દિવસે જ આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં સુરેશને જામીન પર છોડવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
આ દરમિયાન ગયા વર્ષે ડિસેમ્બરમાં બિહારના વૈશાલી જિલ્લામાં ઇવ-ટીઝિંગનો વિરોધ કરવા બદલ એક વ્યક્તિની ધારદાર છરી વડે હત્યા કરવામાં આવી હતી. અહેવાલો પ્રમાણે વાત કરી તો ક્રિષ્નાએ સ્થાનિક યુવકો દ્વારા દેસરી પોલીસ સ્ટેશન હેઠળની ટાકિયા પંચાયતમાં શાળામાં જતી છોકરીઓની છેડતીનો વિરોધ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર