Home /News /national-international /બેવફાઈ નહીં કરવાની! શ્રદ્ધાની માફક જબલપુરમાં પણ પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપી નાખ્યું, વીડિયો વાયરલ કર્યો

બેવફાઈ નહીં કરવાની! શ્રદ્ધાની માફક જબલપુરમાં પણ પ્રેમીએ પ્રેમિકાનું ગળું કાપી નાખ્યું, વીડિયો વાયરલ કર્યો

શ્રદ્દધા મર્ડર કેસ જેવી જ ઘટના જબલપુરમાંથી સામે આવી

કથિત રીતે આ ઘટના એક અઠવાડીયા પહેલાની છે. પણ પોલીસે હજૂ સુધી અભિજીત પાટીદારની ધરપકડ કરી નથી. અભિજીતે દાવો કર્યો છે કે, તેણે પોતાની પ્રેમિકા 25 વર્ષની શિપ્રા ઝરિયાની હત્યા કરી છે.

    જબલપુર: દિલ્હીના છતરપુરામં પ્રેમિકાની હત્યા બાદ મધ્ય પ્રદેશના જબલપુરમાંથી હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સે પોતાની પ્રેમિકાનું ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. આ દરમિયાન આરોપીએ વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયો તે કહી રહ્યો છે કે, બેવફાઈ નહોતી કરવી...!

    મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખાણ અભિજીત પાટીદાર તરીકે થઈ છે. આરોપીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં લોહીથી લથબથ એક યુવતી દેખાઈ રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આરોપીએ યુવતીના શરીરને પહેલા ધાબળાથી ઢાંકી દીધી છે, પણ થોડી વાર બાદ તે પોતાની કરતૂત બતાવવા માટે તેને હટાવે છે.

    એક અઠવાડીયા પહેલાની છે આ ઘટના


    કથિત રીતે આ ઘટના એક અઠવાડીયા પહેલાની છે. પણ પોલીસે હજૂ સુધી અભિજીત પાટીદારની ધરપકડ કરી નથી. અભિજીતે દાવો કર્યો છે કે, તેણે પોતાની પ્રેમિકા 25 વર્ષની શિપ્રા ઝરિયાની હત્યા કરી છે.શિપ્રાની લાશ જબલપુરના મેખલા રિસોર્ટમાં એક રુમમાંથી મળી આવી છે.

    એક અન્ય વીડિયોમાં અભિજીતે ખુદ પટનાનો એક વેપારી હોવાનું કહ્યું છે. આરોપીએ જિતેન્દ્ર કુમારને પોતાનો બિઝનેસ પાર્ટનર તરીકે ગણાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે તેની પ્રેમિકા અને બિઝનેસ પાર્ટનરની વચ્ચે આડા સંબંધો હતો. આરોપીએ એવું પણ કહ્યું કે શિપ્રાએ લગભગ 10 લાખ રૂપિયા ઉધારે લીધા હતા.

    વીડિયોમાં કહી રહ્યો છે બાબૂ સ્વર્ગમાં મળીશું


    ત્રીજા વીડિયોમાં અભિજીતને કથિત રીતે એવું કહેતા સાંભળી શકાય છે કે, બાબૂ સ્વર્ગમાં મળીશું. જો કે, બાદમાં તેણે આ વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો. અભિજીતે જિતેન્દ્રના સહોયોગી સુમિત પટેલનું નામ પણ લીધું હતું. જિતેન્દ્ર અને સુમિત બંને બિહારમાંથી ઝડપાયા છે. અને મધ્ય પ્રદેશ પોલીસ તેમની સાથે પુછપરછ કરી રહી છે.



    પોલીસના જણાવ્યા અનુસાર, વીડિયોમાં દેખાઈ રહેલી મૃત મહિલા આરોપી 5 નવેમ્બરને જબલપુરના એક રિસોર્ટમાં રોકાયા હતા. આરોપી અભિજીત પાટીદારે છેલ્લે 7 નવેમ્બરે રિસોર્ટમાં જોયો હતો. 8 નવેમ્બરે હોટલના રુમનો દરવાજો ખોલ્યો પણ ખુલ્યો નહીં, આખરે માસ્ટર કીથી રુમ ખોલ્યો તો, અંદરથી શિપ્રાની લાશ મળી આવી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Jabalpur, Shraddha Murder Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन