Home /News /national-international /OMG! ટ્રેનની બારી પાસે બેઠેલા મુસાફરના ગળામાં ઘૂસી ગયો લોખંડનો સળિયો, ઓન ધ સ્પોટ મોત

OMG! ટ્રેનની બારી પાસે બેઠેલા મુસાફરના ગળામાં ઘૂસી ગયો લોખંડનો સળિયો, ઓન ધ સ્પોટ મોત

ટ્રેનની વિંડો સીટ પાસે બેસેલા યુવકના ગળામાં સળિયો ઘૂસી ગયો.

Aligarh news: મુસાફર હરિકેશ દુબે દિલ્હીથી લખનૌ જતી ટ્રેનમાં બેઠો હતો. અકસ્માતની માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફએ મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

    અલીગઢ: દિલ્હીથી કાનપુર થઈને ભુવનેશ્વર જઈ રહેલી નીલાંચલ એક્સપ્રેસની બારી પાસે બેઠેલા એક મુસાફરના ગળામાં લોખંડનો સળિયો ઘુસી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ સ્થળ પર ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત બાદ મુસાફરના મૃતદેહને અલીગઢ સ્ટેશન પર નીચે લાવવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ ગોપીનાથપુર સુલતાનપુરના રહેવાસી હરિકેશ દુબે તરીકે થઈ છે.

    દુર્ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા રેલવે અધિકારીઓ તપાસમાં લાગેલા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટનાસ્થળે રેલવે તરફથી બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક લોખંડનો સળિયો ટ્રેનના કોચનો કાચ તોડીને સીટ પર બેઠેલા યુવકના ગળામાં ઘુસી ગયો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

    આ પણ વાંચો: મહારાષ્ટ્ર વધુ સમૃદ્ધ થશે! ચંદ્રપુર અને સિંધુદુર્ગમાં મળી સોનાની ખાણ

    પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફર હરિકેશ દુબે દિલ્હીથી લખનૌ જતી ટ્રેનમાં બેઠો હતો. અકસ્માતની માહિતી મળતાં જ જીઆરપી અને આરપીએફએ મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ સાથે સંબંધીઓને ઘટનાની જાણ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના સોમના-કલુઆ રેલવે સ્ટેશન વચ્ચેના રેલવે ટ્રેકની જણાવવામાં આવી રહી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Aligarh, Tragedy

    विज्ञापन
    विज्ञापन