આશુતોષ મિશ્ર : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મૈનપુરી (Mainpuri)માં સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. માથા ફરેલા કાકા (Uncle)એ એકતરફી પ્રેમમાં પોતાની જ ભત્રીજી (Niece)ની ગોળી મારીને હત્યા કરી દીધી. આરોપીએ પોતાને પણ ગોળી મારી દીધી. ઘાયલ આરોપીને સૈફઈ માટે રૅફર કરવામાં આવ્યો છે. પોલીસ (Police)એ ઘટનાસ્થળેથી એક તમંચો પણ જપ્ત કર્યો છે. પોલીસની સામે આરોપી કાકાએ હત્યાની વાત સ્વીકારી લીધી છે.
સગીર ભત્રીજી સાથે લગ્ન કરવા માંગતો હતો આરોપી કાકા
મામલો કુર્રા પોલીસ સ્ટેશન હદનો છે. અહીં રહેનારી 16 વર્ષીય પીડિતા સાથે તેના કાકા અનિલ એકતરફી પ્રેમ કરતો હતો. તે લગ્ન કરવા માંગતો હતો. પીડિતાના પરિજનો તેનો વિરોધ કરી રહ્યા હતા. અનેકવાર સમજાવ્યા છતાંય આરોપી અનિલ પોતાની હરકતો ચાલુ રાખી રહ્યો હતો. શનિવારે પીડિતા પોતાની માતા અને બહેનની સાથે નાનીના ઘરે જઈ રહી હતી, ત્યારે રસ્તામાં કાકા અનિલ પહોંચી ગયો અને તેણે પીડિતાને પૂછ્યું કે લગ્ન કરશે કે નહીં. આરોપ છે કે કાકાએ હા કે નામાં જવાબ માંગ્યો. પીડિતાએ લગ્ન કરવાનો એવું કહીને ઇન્કાર કરી દીધો કે તે સગામાં તેના કાકા થાય છે. આ વાત પર કાકા અનિલ યાદવે તેના માથામાં ગોળી મારી હત્યા કરી દીધી. આરોપીએ પોતાને પણ ગોળી મારી દીધી.
આરોપીએ હત્યાની વાત સ્વીકારી
મૈનપુરીના એસપી અજય કુમારે જણાવ્યું કે સગાથી કાકા થતાં અનિલ યાદવે પોતાની ભત્રીજી (ઉંમર લગભગ 16 વર્ષ)ને ગોળી માર્યા બાદ પોતાને પણ ગોળી મારી દીધી. ભત્રીજીનું મોત થઈ ચૂક્યું છે તેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આરોપી અનિલને પણ ગંભીર અવસ્થામાં સૈફઈ રૅફર કરવામાં આવે છે. ઘટનાસ્થળેથી તમંચો જપ્ત કરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું કે આરોપી કાકાએ ગોળી મારવાની વાત પોતે સ્વીકારી લીધી છે.
આ પણ વાંચો,
જન્મદિવસે જ શહીદ થયો આર્મી જવાન, નવોઢાએ મુખાગ્નિ આપી પતિને અંતિમ વિદાય આપી
ઈમરાન ખાનના મંત્રી TikTok સ્ટારને મોકલતા હતા પોતાની ન્યૂડ તસવીરો, વાતચીત વાયરલ Published by:Mrunal Bhojak
First published:December 29, 2019, 10:18 am