Home /News /national-international /બે વર્ષ સુધી માસૂમ બાળકી સાથે રેપ કરતો રહ્યો, કોર્ટે એવી સજા સંભળાવી કે આખી જિંદગી ટૂંકી પડશે

બે વર્ષ સુધી માસૂમ બાળકી સાથે રેપ કરતો રહ્યો, કોર્ટે એવી સજા સંભળાવી કે આખી જિંદગી ટૂંકી પડશે

પ્રતિકાત્મક તસવીર (ફાઈલ ફોટો)

આનંદન પીડિતોનો સંબંધી છે. તે 2019માં પરિવાર સાથે રહેવા આવ્યો હતો. જ્યારે માા-પિતા ઘરમાં નહોતા ત્યારે તે આ બાળકી સાથે દુષ્કર્મ કરતો હતો.

    નવી દિલ્હી:  કેરલની એક સ્થાનિક કોર્ટે એક સગીર બાળકી સાથે બે વર્ષ સુધી રેપ કરવાના મામલામાં 41 વર્ષિય એક વ્યક્તિને શુક્રવારે 142 વર્ષની આકરી જેલની સજા સંભળાવી હતી.

    જિલ્લા પોલીસ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં પતનમતિટ્ટા અધિક જિલ્લા અને સત્ર ન્યાયલયના ન્યાયધીશ જયકુમાર જોને આનંદન પી આરને 142 વર્ષની જેલની સજા સંભળાવી અને તેના પર પાંચ લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. પ્રેસનોટમાં કહેવાયું છે કે, જિલ્લામાં આ પોક્સોના કેસમાં આપવામાં આવેલી સૌથી વધારે સજા છે.


    તેમાં કહેવાયુ છે કે, હાલમાં દોષિતને કુલ 60 વર્ષની જેલની સજા કાપવમાં રહેશે. દોષિત 10 વર્ષિય પીડિતાનો સંબંધી છે. તેને યૌન અપરાધોથી બાળકોને સંરક્ષણ પોક્સો અધિનિયમ અને ભારતીય દંડસંહિતાની કલમ 506ની અલગ અલગ ધારાઓ અંતર્ગત દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે કહ્યું કે, આરોપીએ 2019-2021 દરમિયાન બાળકીનું યૌન શોષણ કર્યું હતું.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Minor Rape Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन