ગાજિયાબાદ : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ગાજિયાબાદ (Ghaziabad)માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે જેલમાં જવા માટે પોલીસને આજીજી કરી છે. યુવકનું કહેવું છે કે તે નશો (Drugs) વિના નથી રહી શકતો. તેણે પોલીસને કહ્યું કે, મને નાનપણથી જ નશાની લત લાગી ગઈ હતી. હું ઘરે રહીને નશો નથી છોડી શકતો, તેથી હું ઈચ્છું છું કે મને જેલ (Prison)માં પૂરી દેવામાં આવે, જેથી ત્યાં રહેવાથી નશાની લતથી છૂટકારો મળી જાય. યુવકની આ વાત સાંભળીને જીઆરપી પોલીસ ઇન્ચાર્જ ચકિત થઈ ગયા. યુવક લગભગ બે કલાક સુધી જેલ જવાની જીદ કરતો રહ્યો. જોકે, કોઈ ગુના વગર પોલીસ કોઈને પણ જેલમાં પૂરી ન શકે.
મળતી જાણકારી મુજબ, યુવક મૂળે અલીગઢનો રહેવાસી છે. તેનું નામ અનીસ અલવી છે. તેની ઉંમર 22 વર્ષ છે. તે પોતાના પરિવારની સાથે અર્થલા શિવ મંદિરની પાસે ભાડાના મકાનમાં રહે છે. પરિવારમાં માતા, મોટો ભાઈ અને બે બહેનો છે. મોટો ભાઈ અને બંને બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે. અનીસ શુક્રવાર બપોરે એક વાગ્યે જીઆરપી પોલીસ સ્ટેશન પહોંચ્યો. તે બે જોડી કપડા, સાબુ, શૅમ્પૂજ્ઞ ટૂથપૅસ્ટ જેવો સામાન પોતાની સાથે લઈ ગયો હતો. પોલસ સ્ટેશનમાં યુવકે પોતાને જેલમાં પૂરવાની જીદ કરવાની શરૂ કરી દીધી હતી.
જ્યારે પોલીસે પૂછ્યું- તારો અપરાધ શું છે?
તે પોલીસ સ્ટેશનની કસ્ટડી ખોલવાનું કહેવા લાગ્યો. જ્યારે પોલીસકર્મીએ પૂછ્યું કે, તેં શું અપરાધ કર્યો છે? તેના જવાબમાં અનીસે જવાબ આપ્યો કે તે નશો છોડવા માટે કેટલાક દિવસ જેલમાં કેદ રહેવા માંગે છે. તેણે જણાવ્યું કે, તે 12 વર્ષથી નશો કરી રહ્યો છે. તેથી પોલીસકર્મીએ તેને ભગાડી દીધો, પરંતુ તે ફરી આવીને જલ જવાની જીદ કરવા લાગ્યો. પોલીસકર્મી યુવકને એસઆઈ ધનશ્યામ સિંહની પાસે લઈને ગયો.
આ પણ વાંચો, બાડમેર : કાર રેસિંગ દરમિયાન વચ્ચે આવ્યું બાઇક, અકસ્માત થતા 3 લોકોનાં મોત
માતાએ જેલ જવાની આપી હતી મંજૂરી
દૈનિક જાગરણ મુજબ, અનીસ અલવીનું કહેવું છે કે, તે નશાનો શિકાર થવાના કારણે ઠીકથી પોતાની માતાની દેખભાઈ નથી કરી શકતો. નશાના કારણે તેની માતાને મજૂરી કરવી પડે છે. તેણે પોતાની માતાથી નશો છોડવા માટે જેલમાં રહેવાની મંજૂરી માંગી. પહેલા તો માતાએ જેલમાં જવાનો ઇન્કાર કરી દીધો પરંતુ જ્યારે યુવકે કહ્યું કે નશામાંથી બહાર આવીશ તો બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તો તેની માતાએ તેને જેલ જવાની મંજૂરી આપી. બીજી તરફ, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ જીઆરપીનું કહેવું હતું કે અપરાધ કર્યા વગર કોઈને પણ જેલમાં ન પૂરી શકાય.
આ પણ વાંચો, ખુદ પોલીસકર્મીએ આપી TIPS! કેવી રીતે 22,000નો મેમો માત્ર 400 રૂપિયામાં પતે