‘હું અર્ધનારીશ્વર છું, તારા તમામ દુઃખ દૂર કરી દઈશ’, પીડિતાએ જણાવી પાખંડી બાબાની કાળી કરતૂતોની કહાણી

પોતે અર્ધનારીશ્વર હોવાનું કહીને યુવતીનું ત્રણ વર્ષ સુધી કર્યું શારીરિક શોષણ, બાબાના પાખંડનો આવી રીતે થયો પર્દાફાશ

પોતે અર્ધનારીશ્વર હોવાનું કહીને યુવતીનું ત્રણ વર્ષ સુધી કર્યું શારીરિક શોષણ, બાબાના પાખંડનો આવી રીતે થયો પર્દાફાશ

 • Share this:
  આશીષ જૈન, નરસિંહપુર. ‘તે અર્ધનારીશ્વર રૂપ ધારણ કરે છે, દુઃખ દૂર કરવાના આશીર્વાદ આપે છે. યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવે છે અને પછી તેમનું શારીરિક શોષણ કરે છે.’ પીડિતાએ જ્યારે પોલીસ (Police)ને પોતાની આપવીતી જણાવી તો તેઓ પણ હેરાન રહી ગયા. કાયદાકીય પ્રક્રિયા (Legal Process) અને પીડિતાની ફરિયાદ (Complaint) બાદ આરોપી બાબાની વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.

  મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં એક આવા જ પાખંડી બાબાનો પર્દાફાશ થયો છે. પોલીસે જણાવ્યું કે મૃગેન્ર્બનાથ ધામમાં પાખંડી બાબા અખંડ ચેતન મહારાજ ઉર્ફે આશીષ કશ્યપે ધર્મ અને આસ્થાના નામ પર યુવતીનું શારીરિક શોષણ કર્યું. આરોપી બાબા આશીષ કશ્યપ દુઃખ દૂર કરવાની વાત કહીને શારીરિક શોષણ કરતો હતો.

  યુવતીનું ત્રણ વર્ષ સુધી શોષણ કરવામાં આવ્યું

  પોલીસના જણાવ્યા મુજબ, મામલો લગભગ ત્રણ વર્ષ જૂનો છે. યુવતી આટલા વર્ષો સુધી બાબાનો શિકાર થતી રહી. હવે યુવતીએ હિંમત દર્શાવીને આરોપી બાબાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસનું કહેવું છે કે આવનારા દિવસોમાં ધરપકડ કરાયેલા બાબા સાથે જોડાયેલા વધુ ખુલાસા થઈ શકે છે.

  આ પણ વાંચો, ચાર મહિનાની બાળકીના અપહરણ બાદ સામે આવી ફિલ્મી પ્લોટ જેવી હકીકત, પોલીસ પણ અચંબામાં પડી

  દુષ્કર્મના દોષીનો નિકટતમ છે આરોપી બાબા

  મળતી માહિતી મુજબ, યુવતી અને આરોપી બાબા આશીષ કશ્યપની વચ્ચે થયેલી ચેટ પણ પોલીસના હાથે લાગી છે. તેમાં બાબા યુવતીને આપત્તિજનક વાતો કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ પણ છે કે આશીષ બાબા ધર્મદેવનો નિકટતમ હોવાનું કહેવાય છે. ધર્મદેવ પણ દુષ્કર્મ સહિત ચાર અન્ય કેસોમાં જેલમાં કેદ છે. બંનેની તસવીરો પણ પોલીસના હાથે લાગી છે.

  આ પણ વાંચો, દુનિયાની સૌથી મોંઘી છે આ ગોલ્ડ પ્લેટેડ બિરયાની, એક પ્લેટના ચૂકવવા પડશે 20,000 રૂપિયા
  પાખંડી બાબા આ રીતે લોકોને પોતાની તરફ આકર્ષતો હતો

  પીડિતાએ પોલીસને જણાવ્યું કે આશીષ અર્ધનારીશ્વરનું રૂપ રાખે છે. તેને મળનારા તેની વાતોમાં આવી જાય છે. ત્યારબાદ તે દરેક સમસ્યાને ખતમ કરવાની વાત પણ કરે છે. તેના હાવભાવ અને વેશભૂષા જોઈ લોકો તેની વાતોમાં આવી જાય છે. પોલીસ હવે ઝીણવટથી તમામ મામલાની તપાસમાં લાગી છે.
  Published by:Mrunal Bhojak
  First published: