હેવાન પુત્રએ 80 વર્ષની સગી જનેતા પર ગુજાર્યો બળાત્કાર, બાદમાં માર મારીને ટેન્કમાં નાખી દીધી

News18 Gujarati
Updated: July 8, 2020, 3:59 PM IST
હેવાન પુત્રએ 80 વર્ષની સગી જનેતા પર ગુજાર્યો બળાત્કાર, બાદમાં માર મારીને ટેન્કમાં નાખી દીધી
પ્રતિકાત્મક તસવીર

80 વર્ષિય મા સાથે બળાત્કાર કર્યો છે. એટલું જ નહીં, પુત્રએ માને એટલો મારમાર્યો કે, મા ના હાડકા પણ ભાંગી ગયા છે. પાડોશીઓને આ વાતની ખબર ન પડે તે માટે તેણે મા ને એક સેપ્ટિક ટેન્કમાં બંધ કરી દીધી

  • Share this:
સેન્ટિયાગો : ચિલીના લોસ એન્જલ્સ શહેરમાં એક એવી ઘટના બની છે જે સાંભળી ભલ-ભલા વ્યક્તિને ગુસ્સો આવી જાય, આ ઘટના એવી છે જે સાંભળી માનવામાં આવે તેવી નથી પરંતુ આ એક હકીકત છે. અહીં એક વ્યક્તિએ પોતાની 80 વર્ષિય મા સાથે બળાત્કાર કર્યો છે. એટલું જ નહીં, પુત્રએ માને એટલો મારમાર્યો કે, મા ના હાડકા પણ ભાંગી ગયા છે. પાડોશીઓને આ વાતની ખબર ન પડે તે માટે તેણે મા ને એક સેપ્ટિક ટેન્કમાં બંધ કરી દીધી.

ડેલી સ્ટારમાં છપાયેલા સમાચાર અનુસાર, આ 56 વર્ષિય પુત્રને લાગ્યું કે, તેની માનું મોત થઈ ગયું છે પરંતુ તે બચી ગઈ છે. જ્યારે આ વ્યક્તિ ઘરે ન હતો ત્યારે ખૂબ મહેનતની મા સેપ્ટિક ટેન્કમાંથી બહાર નીકળી ગઈ અને પોલીસને આ વાતની જાણકારી આપી.

જ્યારે પુત્રને પોલીસ આવી રહી હોવાની જાણકારી મળી તો, તે પોતે સેપ્ટિક ટેન્કમાં છૂપાઈ ગયો અને તેને ખૂબ મુશેકેલથી પોલીસે તેમાંથી બહાર કાઢ્યો. મહિલાએ જણાવ્યું કે, તેનો પુત્ર દારૂડિયો છે. અને હંમેશા નશામાં રહી તેને માર મારે છે.

આ પણ વાંચોદર્દનાક ઘટના : યુવકોના ટોળાએ લાકડી-ધોકાથી નિર્દયતાથી યુવક-યુવતીને ઘેરી ઢોર મારમાર્યો, Video વાયરલ

ગત શનીવારે પુત્રએ તમામ હદ પાર કરી દીધી અને મા સાથે જબરદસ્તી રેપ ક્યો. જ્યારે માએ બચવાની કોશિસ કરી તો, તેણે માને ખૂબ ડોર મારમાર્યો અને સેપ્ટિક ટેન્કમાં બંધ કરી દીધી. આ વ્યક્તિ જ્યારે સેપ્ટિક ટેન્કમાં છૂપાવવાની કોશિસ કરી રહ્યો હતો ત્યારે લપસીને પડી ગયો અને તેને પણ ઈજાપહોંચી છે.
હાલમાં આરોપીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે, આ વ્યક્તિ પર પહેલા પમ મારપીટ અને ડ્રગ્સ સંબંધી કેસ નોંધાયેલા છે. પોલીસ અનુસાર, આરોપીની માનસીક સ્થિતિ પણ તપાસવામાં આવી રહી છે. જો આ આરોપ સાબિત થાય છે તો આરોપીને 17 વર્ષની સજા મળશે.
Published by: kiran mehta
First published: July 8, 2020, 3:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading