Home /News /national-international /એમ્બેસીના લેડીઝ ટૉયલેટમાં હિડન કેમેરા લગાવી મહિલાઓના ગંદા વીડિયો ઉતાર્યા, કોર્ટે સંભળાવી આકરી સજા

એમ્બેસીના લેડીઝ ટૉયલેટમાં હિડન કેમેરા લગાવી મહિલાઓના ગંદા વીડિયો ઉતાર્યા, કોર્ટે સંભળાવી આકરી સજા

spy camera in australian embassy at bangkok

Thaigerની એક રિપોર્ટ મુજબ આ મામલો થાઈલેન્ડના બેન્કોકમાં આવેલ ઓસ્ટ્રેલિયન એમ્બેસીમાંથી સામે આવ્યો છે. પોલીસે આરોપીની ઓળખાણ 39 વર્ષના નયોત નામના શખ્સ તરીકે કરી છે. રિપોર્ટમાં દાવો કર્યો છે આ આરોપી ઓસ્ટ્રેલિયન એમ્બેસીમાં જ કામ કરતો હતો.

વધુ જુઓ ...
નવી દિલ્હી: હિડન કેમેરાનો ઉપયોગ કરીને બદમાશ આપની પ્રાઈવેટ મૂવમેન્ટને રેકોર્ડ કરીને તેનો ખોટો ઉપયોગ કરી શકે. મોટા ભાગે એમ્બેસીને એક સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે, પણ અહીં એક શખ્સે એવું કામ કર્યું છે, જેના વિશે જાણીને આપને નવાઈ લાગશે. આ શખ્સે એમ્બેસીના લેડીઝ ટોયલેટમાં હિડન કેમેરા લગાવી દીધા છે. આરોપ છે કે તેણે આ સીક્રેટ સ્પાઈ કેમેરાથી 60 વીડિયો રેકોર્ડ કરી લીધા. આ મામલાના ખુલાસા બાદ કોર્ટ આ શખ્સને 2 વર્ષની સજા સંભળાવી છે.

આ પણ વાંચો: ટાટા બાય-બાય ખતમ: ફટાફટ ઉપરી અદાલતમાં રાહુલ ગાંધીએ જવું પડશે, નહીંતર આવશે મોટી મુશ્કેલી

Thaigerની એક રિપોર્ટ મુજબ આ મામલો થાઈલેન્ડના બેન્કોકમાં આવેલ ઓસ્ટ્રેલિયન એમ્બેસીમાંથી સામે આવ્યો છે. પોલીસે આરોપીની ઓળખાણ 39 વર્ષના નયોત નામના શખ્સ તરીકે કરી છે. રિપોર્ટમાં દાવો કર્યો છે આ આરોપી ઓસ્ટ્રેલિયન એમ્બેસીમાં જ કામ કરતો હતો.

આરોપીએ બનાવ્યા 60 વીડિયો


મીડિયા રિપોર્ટ મુજબ આ મામલા સાથે જોડાયેલ તપાસ અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીએ છુપાઈને 60 મહિલાઓના વીડિયો રેકોર્ડ કરી લીધા છે. તમામ મહિલાઓએ પોલીસ સામે પોતાનું સ્ટેટમેન્ટ પણ આપ્યા છે. પીડિતમાંથી બે મહિલાઓએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી છે . ત્યારે બાદ આરોપીને પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો છે. બાદમાં જજે આ મામલામાં આરોપીને પહેલા 4 વર્ષની સજા સંભળાવી છે. બાદમાં તેની સજા ઘટાડીને 2 વર્ષની કરી દીધી. એટલું જ નહીં જજે ચુકાદો સંભળાવતા આરોપીને ફટકાર લગાવતા જજે કહ્યું કે, આરોપી સમાજ માટે એક મોટો ખતરો છે. તેણે કેટલાય લોકોને ઈમોશનલી તકલીફ પહોંચી છે.


પોલીસે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, આરોપીનો પહેલા કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી. કોર્ટે આરોપીને પીડિત મહિલાઓને 70-70 રૂપિયાનું વળતર આપવાના આદેશ આપ્યા છે. જજનો ચુકાદો સાંભળતા જ શખ્સ રડવા લાગ્યો હતો.
First published:

Tags: Crime news