Home /News /national-international /

એમેઝોન પરથી મોબાઇલ મંગાવ્યો પણ આવ્યુ કંઇક આવું, FIR દાખલ

એમેઝોન પરથી મોબાઇલ મંગાવ્યો પણ આવ્યુ કંઇક આવું, FIR દાખલ

અમેઝોન કંપનીનો લોગો

ફરિયાદીએ જણાવ્યું કે, તેણે એમોઝન ઓનલાઇન પરથી મોબાઇલનો ઓર્ડર કર્યો હતો. પણ જ્યારે ઓક્ટોબર 27ના રોજ આ ડિલીવરી પેકેટ તેના ઘરે આવ્યું ત્યારે તેમાં મોબાઇલની જગ્યાએ સાબુ હતો.

    એમેઝોન ઓનલાઇન એક ગ્રાહકે મોબાઇલ ફોનનો ઓર્ડર આપ્યો હતો પણ જ્યારે પેકેટ તેના ઘરે આવ્યું અને ખોલ્યુ તો, ખબર પડી કે, તેમાં મોબાઇલ નહીં પણ સાબુ હતો.  આ પછી આ ગ્રાહકે અમેઝોન ઇન્ડિયાના હેડ સહિત ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ ગ્રેટર નોઇડાનાં બિસરખા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

    આ ફરિયાદ નોંધાયા પછી એમેઝોન ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓને તે ગંભીરતાથી લે છે.

    ફરિયાદીએ જણાવ્યું કે, તેણે એમોઝન ઓનલાઇન પરથી મોબાઇલનો ઓર્ડર કર્યો હતો. પણ જ્યારે ઓક્ટોબર 27ના રોજ આ ડિલીવરી પેકેટ તેના ઘરે આવ્યું ત્યારે તેમાં મોબાઇલની જગ્યાએ સાબુ હતો.

    ગ્રાહકની ફરિયાદનાં આધારે પોલીસે એમેઝોન કંપનીના દેશનાં હેડ અમીત અગ્રવાલ, પ્રદિપ કુમાર રવિશ અગ્રવાલ અને ડિલવરી બોય અનિલ સામે ચિંટીંગ અને કાવત્રાની ફરિયાદ દાખલ કરી છે. પોલીસ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

    જ્યારે એમેઝોન કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો તો, કંપનીએ સ્વીકાર્યુ કે, આવી ઘટના બની છે અને ગ્રાહકને પૈસા પાછા આપવા માટે પ્રક્રિયા હાથ ધરી છે.
    કંપનીએ કહ્યું કે, લોકોનો અમારી સેવા પર પુરો ભરોસો છે અને આ પ્રકારની ઘટનાને અમે ગંભીરતાથી લઇએ છે. પોલીસમાં થયેલી ફરિયાદમાં અમે પુરો સહકાર આપીશું.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Amazon india, Online Shopping, એફઆઇઆર, ઠગાઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन