એક જ મંડપમાં એકસાથે બે પ્રેમીકાઓ સાથે કર્યા લગ્ન, કહ્યું - બંને મને પ્રેમ કરે છે

એક જ મંડપમાં એકસાથે બે પ્રેમીકાઓ સાથે કર્યા લગ્ન, કહ્યું - બંને મને પ્રેમ કરે છે
એક જ મંડપમાં એકસાથે બે પ્રેમીકાઓ સાથે કર્યા લગ્ન, કહ્યું - બંને મને પ્રેમ કરે છે (Photo: Twitter)

આ યુવકે લગ્નની બધી વિધિ પોતાના પરિવાર અને ગામ લોકોની હાજરીમાં કરી , યુવકે કહ્યું - હું તેમનો દગો આપી શકું નહીં, તે બંને હંમેશા મારી સાથે જ રહેશે

 • Share this:
  બસ્તર : છત્તીસગઢમાં (Chhattisgarh) લગ્નનો એક અનોખો મામલો સામે આવ્યો છે. એક યુવકે એક જ સમયે એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કર્યા છે. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે બંને યુવતીઓ યુવકની પ્રેમિકા છે. આ યુવકે લગ્નની બધી વિધિ પોતાના પરિવાર અને ગામ લોકોની હાજરીમાં કરી છે. 24 વર્ષના ચંદુ મોર્યએ 5 જાન્યુઆરીએ 500 લોકોની હાજરીમાં એક સમારોહમાં બંને યુવતીઓ સાથે લગ્ન કર્યા હતા.

  ચંદુએ હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું કે મેં તે બંને સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે કારણ કે તે બંને મને પ્રેમ કરે છે. હું તેમનો દગો આપી શકું નહીં, તે બંને હંમેશા મારી સાથે જ રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન અને સમારોહના નિમંત્રણ કાર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.  આ પણ વાંચો - ઝડપથી ફરી રહી છે પૃથ્વી, 24 કલાકથી ઓછા સમયમાં લગાવી રહી છે ચક્કર, શું થશે અસર?

  નક્સલ પ્રભાવિત બસ્તર જિલ્લાના ચંદુ મોર્યએ કહ્યું કે તેને ટોકાપાલ વિસ્તારમાં 21 વર્ષીય સુંદરી કશ્યપ સાથે પ્રેમ થયો હતો. જ્યારે તે લાઇટના થાંભલા લગાવવા માટે ગયો હતો. બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાની યોજના બનાવી હતી. જોકે એક વર્ષ પછી હસીના બધેલ નામની મહિલા સાથે મોર્યની મુલાકાત થઈ હતી.

  એચટી અખબારના મતે ચંદુ મોર્યએ હસીનાને કહ્યું કે તે પહેલાથી જ એક સંબંધમાં છે. જોકે આમ છતા હસીના તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી. મોર્યએ કહ્યું કે હસીના અને સુંદરી બંને એકબીજા વિશે જાણતી હતી અને મારી સાથે રહેવા સહમત હતી. ત્રણેય એક સાથે મોર્યના ઘરે જ રહેવા લાગ્યા હતા. જ્યાં તેના માતા પિતા અને બે ભાઈ બહેનો સાથે રહે છે. ચંદુએ કહ્યું કે હસીનાનો પરિવાર લગ્ન સમારોહમાં સામેલ થયો હતો. જોકે સુંદરીનો પરિવાર સમારોહમાં સામેલ થયો ન હતો.
  Published by:Ashish Goyal
  First published:January 07, 2021, 22:03 pm

  ટૉપ ન્યૂઝ