Home /News /national-international /

કૂતરાની જેમ ચારેય પગ પર ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે આ વ્યક્તિ, વિચાર્યું પણ નહીં હોય કારણ

કૂતરાની જેમ ચારેય પગ પર ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે આ વ્યક્તિ, વિચાર્યું પણ નહીં હોય કારણ

(તસવીર સાભાર: ઇન્સ્ટાગ્રામ)

આ વ્યક્તિ કૂતરાની જેમ ઘાસમાં દોડે છે અને કૂતરાની જેમ તે વસવાટ પણ કરે છે. તેના માટે તે જીમમાં પોતાની સ્ટ્રેન્થ પર ઘણી મહેનત કરે છે

દિલ્હી: સોશ્યલ મીડિયા (Social Media Viral Video) પર લોકોના અવનવા અખતરાઓ અને કરતબો કરતા વિડીયો તમે જોતા જ હશો. પરંતુ હાલમાં વાયરલ થઇ રહેલ વિડીયોએ લોકોમાં કૂતુહલ જગાવ્યું છે. 31 વર્ષનો આ યુવાન છેલ્લા એક વર્ષથી કૂતરાની જેમ જીવવા માટે પોતાનું રૂટિન (Man walks on all fours every day like a 'human dog) તૈયાર કરી રહ્યો છે, જેમાં કૂતરાની જેમ ચાલવા દોડવાથી લઇને તમામ બાબતોનો સમાવેશ થાય છે. નેથાનિયલ કૂતરાની જેમ ઘાસમાં દોડે છે અને કૂતરાની જેમ તે વસવાટ પણ કરે છે. તેના માટે તે જીમમાં પોતાની સ્ટ્રેન્થ પર ઘણી મહેનત કરે છે.

અમેરિકાના નેથાનિયલને મિરરને જણાવ્યું હતું કે, "મેં ઇન્ટરનેટ પર લોકોને તેના વિશે વાત કરતા જોયા છે. મને લાગે છે કે હું કૂતરો છું. પરંતુ જ્યારે હું ચાલતા ચાલતા આગળ વધી રહ્યો છું ત્યારે મને કેવું દેખાશે તેના વિશે મેં ખરેખર બહુ વિચાર્યું ન હોતું. જો તમે તમારું જીવન એ આધારે જીવશો કે લોકોને તે કેવું લાગે છે તો તમે તમારી જાતને ખરેખર નાના બોક્સમાં પેક કરી દેશો."




લો ઇન્ટેસિવ વર્કઆઉટ માટે અજમાવી ટ્રિક

તેણે કહ્યું, "જ્યારે હું જાહેરમાં બહાર હોઉં છું, ત્યારે લોકોને ખરેખર તેની પરવા હોતી નથી. જો તમે નીચે ઉતરવા માંગતા હો અને પાર્કમાં કેટલાક ક્રોલ કરવા માંગતા હો, તો કોઈને પરવા નથી. મને પણ એની પરવા નથી." નથાનિયેલે કહ્યું હતું કે હાઈ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ દરમિયાન તે સાંધાના દુખાવાની સમસ્યા સામે ઝઝૂમતો હતો. તેથી, તેણે તેની શક્તિ અને સુગમતા વધારવા માટે ઓછી ઇન્ટેસિવ રીત શોધી કાઢી હતી. તેનો દાવો છે કે તે તેના હાથ માટે લો-ઇન્ટેન્સિવ વર્કઆઉટ છે.

તમારા શરીરને તૈયાર કરો

તેણે આગળ કહ્યું, "જો તમે તમારા શરીર સાથે કંઇક કરવા માંગતા હો, તો તમારે તમારા શરીરને તેના માટે તૈયાર કરવું જોઈએ. તેથી જો તમે શેપમાં લાવવા માટે વર્કઆઉટ કરવા માંગો છો તો તમારે આ જરૂર કરવું જોઈએ. આનાથી કોઈને પણ ફાયદો થઈ શકે છે."

એક મિનિટથી કરી હતી શરૂઆત

નેથાનિયલે આ વર્કઆઉટની શરૂઆત એક મિનિટથી કરી અને 30 દિવસ સુધી દરરોજ એક મિનિટ ઉમેરતો ગયો હતો. જોકે તેણે તે પછીનો સમય વધાર્યો ન હતો. તે એક કસરતનો કાર્યક્રમ શરૂ કરવાની યોજના ધરાવે છે અને હાલમાં તે તકનીકના "યુનિવર્સલ રૂલ્સ" વિકસાવી રહ્યો છે, જે દરેકને લાગુ પડી શકે છે. તેના આ વિડીયો પર અનેક લોકો કમેન્ટ્સ કરીને તેની સરાહના કરી રહ્યા છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ajab Gajab, Viral videos, અજબ ગજબ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन