Home /News /national-international /

'દ્રશ્યમ' ફિલ્મમાંથી પ્રેરણા લઈને પતિએ ગર્લફ્રેન્ડની મદદથી પત્નીની હત્યા કરી

'દ્રશ્યમ' ફિલ્મમાંથી પ્રેરણા લઈને પતિએ ગર્લફ્રેન્ડની મદદથી પત્નીની હત્યા કરી

પ્રેમકુમાર, સુનિતા

પ્રેમકુમાર અને સુનિતા બંને એક જ ક્લાસમાં અભ્યાસ કરતા હતા. બાળપણથી બંને પાક્કા મિત્રો હતા. જોકે, સમય જતાં બંને પોતાની જિંદગીમાં આગળ વધ્યા હતા, પરંતુ 25 વર્ષ પછી બંને અચાનક ફરીથી મળ્યાં હતાં.

    થિરૂવનંતપુરમ : દક્ષિણ ગુજરાતની બે સુપરહિટ ફિલ્મ "96" અને "દ્રશ્યમ" પરથી પ્રેરણા લઈને કેરળમાં એક હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડની મદદથી તેની પત્નીની હત્યા કરી નાખી હતી. ખૂબ જ ઠંડા કલેજે કરવામાં આવેલી હત્યાનો ત્રણ મહિના જૂનો બનાવ પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં વિદ્યા નામની 48 વર્ષની મહિલાની તેના પતિ પ્રેમકુમારે હત્યા કરી નાખી હતી. હત્યા માટે પ્રેમકુમારની સ્ત્રી મિત્ર સુનિતા બેબીએ તેની મદદ કરી હતી. થિરુવનંતપુરમમાં હત્યા બાદ મહિલાની લાશને તમિલનાડુના તિરુનેલવેલી ખાતે ફેંકી દેવામાં આવી હતી.

    પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રેમકુમાર અને સુનિતા બંને તિરુનેલવેલી ખાતે બે મહિના સુધી રહ્યા હતા. તપાસ દરમિયાન બંનેએ હત્યા કર્યાનું કબૂલ કર્યું હતું. સ્થાનિક પોલીસને 22મી સપ્ટેમ્બરના રોજ એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ જ દિવસે પ્રેમકુમારે તેની પત્ની ગુમ થયાની ફરિયાદ આપી હતી. કોઈએ મૃતદેહ વિશે દાવો ન કરતા પોલીસે અંતિમસંસ્કાર કરી દીધા હતા.

    આ પણ વાંચો : પિતાને પ્રેમસંબંધ મંજૂર ન હોવાથી દીકરીની હત્યા કરી શરીરના ટૂકડા કરી ફેંકી દીધા

    પ્રેમકુમાર અને સુનિતા બંને એક જ ક્લાસમાં અભ્યાસ કરતા હતા. બાળપણથી બંને પાક્કા મિત્રો હતા. જોકે, સમય જતાં બંને પોતાની જિંદગીમાં આગળ વધ્યા હતા, પરંતુ 25 વર્ષ પછી બંને અચાનક ફરીથી મળ્યાં હતાં. સ્કૂલ તરફથી યોજાયેલા એક સ્નેહમિલન કાર્યક્રમમાં બંનેની મુલાકાત થઈ હતી. જે બાદમાં બંનેની દોસ્તી વધુ ગાઢ બની હતી. સુનિતા તિરુવનંતપુરમની એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે.

    જોકે, પ્રેમકુમાર અને સુનિતાની દોસ્તી વચ્ચે પ્રેમકુમારની પત્ની વિદ્યા આવી રહી હતી. વિદ્યાના પ્રેમકુમાર સાથે લગ્ન થયા પહેલા પણ એક લગ્ન થયા હતા. બીજી તરફ સુનિતા પણ પરિણીત છે. સુનિતાને લગ્ન જીવનથી ત્રણ બાળકો છે.

    22મી સપ્ટેમ્બરના રોજ પ્રમકુમારે પોલીસ મથકમાં વિદ્યાના ગુમ થવાની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે તપાસ કરતા વિદ્યાના મોબાઇલનું લોકેશન બિહારમાં ટ્રેસ થયું હતું. "દ્રશ્યમ" ફિલ્મમાં પણ આવું જ એક દ્રશ્ય છે. જેમાં હત્યા થઈ હતી તે છોકરાના મોબાઇલનું સીમકાર્ડ કાઢીને તેને બીજા મોબાઇલમાં નાખવામાં આવે છે. જે બાદમાં તે મોબાઇલને એક ટ્રકમાં ફેંકી દેવામાં આવે છે. આ કેસમાં પ્રેમકુમારે તેની પત્નીનો ફોનનો બિહાર તરફ જતી ટ્રેનની એક કચરાપેટીમાં નાખી દીધો હતો.

    પોલીસ પૂછપરછમાં પ્રેમકુમારે સ્વીકાર કર્યો હતો કે તેણી મલયાલમ ફિલ્મ "દ્રશ્યમ"માંથી પ્રેરણા લઈને પત્નીનો ફોન ટ્રેનની કચરાપેટીમાં ફેંકી દીધો હતો. સાથે જ સુનિતાએ પણ કબૂલ કર્યું હતું કે તેણી વિદ્યાની લાશને ઠેકાણે લગાવવા માટે પ્રેમકુમારની મદદ કરી હતી. આવા કૃત્ય પાછળ બંનેનો ઉદેશ્ય સાથે રહેવાનો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Kerla, Tamil Nadu, ગુનો, પોલીસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन