Home /News /national-international /વધુ એક શ્રદ્ધા મર્ડર જેવી ઘટના: પુત્રએ પિતાની હત્યા કર્યા બાદ લાશના 32 ટુકડા કર્યા

વધુ એક શ્રદ્ધા મર્ડર જેવી ઘટના: પુત્રએ પિતાની હત્યા કર્યા બાદ લાશના 32 ટુકડા કર્યા

વધુ એક શ્રદ્ધા મર્ડર જેવી ઘટના

દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ જેવો જ એક કિસ્સો કર્ણાટકમાં સામે આવ્યો છે. કર્ણાટકના બાગલકોટમાં, એક વ્યક્તિએ કથિત રીતે તેના પિતાની હત્યા કરી અને પછી તેના શરીરના 32 ટુકડા કરી નાખ્યા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ શરીરના અંગોને બોરવેલમાં ફેંકી દીધા હતા. હત્યાનો ખુલાસો થયા બાદ પોલીસે મૃતકના શરીરના અંગો કબજે કર્યા હતા. આરોપી વિઠ્ઠલા કુલાલીની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

વધુ જુઓ ...

પોલીસના જણાવ્યા અનુસાર, 6 ડિસેમ્બરે 20 વર્ષીય વિઠ્ઠલાએ કથિત રીતે ગુસ્સામાં તેના પિતા પરશુરામ કુલાલીની (53) લોખંડના સળિયાથી હત્યા કરી હતી. પરશુરામ દારૂના નશામાં આવીને તેના બે પુત્રોમાં નાના વિઠ્ઠલા સાથે અવારનવાર દુર્વ્યવહાર કરતો હતો. પરશુરામની પત્ની અને મોટો પુત્ર અલગ રહે છે.

આ પણ વાંચોઃ પોલીસ કસ્ટડીમાં યુવકના મોત બાદ હંગામો, 4 જિલ્લામાં ફોર્સ તૈનાત; 9 જવાન સસ્પેન્ડ

લોખંડના સળિયા વડે હત્યા કરી

ગત મંગળવારે પણ વિઠ્ઠલાના પિતાએ તેની સાથે દુર્વ્યહાર કર્યો હતો અને ગાળો આપી હતી. આનાથી ગુસ્સે ભરાયેલા પુત્રએ લોખંડનો સળિયો ઉપાડીને પિતાની હત્યા કરી નાખી. હત્યા બાદ વિઠ્ઠલાએ પરશુરામના શરીરના 32 ટુકડા કરી નાખ્યા હતા. ત્યારપછી તેણે આ ટુકડાઓ બાગલકોટ જિલ્લાના મુધોલની હદમાં મંતુર બાયપાસ પાસે સ્થિત તેના ખેતરમાં બોરવેલમાં ફેંકી દીધા હતા.
First published:

Tags: Crime news, Karnataka news, Son Killed Father

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો