નિતિન અંતિલ, સોનીપત. હરિયાણાના (Haryana) સોનીપત જિલ્લામાં (Sonipat District) પતી દ્વારા પત્નીની હત્યાનો (Murder) ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જિલ્લાના મયૂર વિહારમાં રહેનારા બલરાજ નામના એક્સ સર્વિસમેને (Ex-Serviceman) પોતાની પત્નીનું ગળું દબાવી તેની હત્યા કરી દીધી અને લાશને મેરઠમાંથી પસાર થતી કેનાલમાં (Canal) ફેંકી દીધી. જોકે, પોલીસે (Police) મૃતકાની બહેનની ફરિયાદના આધારે 28 ઓગસ્ટે તેની ગુમ થવાની ફરિયાદ નોંધી હતી. પરંતુ પોલીસે સઘનતાથી તપાસ કરતાં સીસીટીવી મદદથી આ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો કે બલરાજે જ પોતાની પત્નીની હત્યા કરી હતી.
નોંધનીય છે કે, સોનીપતના મયૂર વિહારમાં રહેનારા એક્સ સર્વિસમેન બલરાજે પોતાની પત્ની લલિતાના ચારિત્ર પર શંકા હતી. તેણે 28 ઓગસ્ટની રાત્રે પહેલા ગળું દબાવીને પત્નીની હત્યા કરી દીધી અને બાદમાં તેને બાઇક પર ટ્રોલી લગાવીને તેની લાશને મેરઠમાંથી પસાર થતી ગંગ કેનાલમાં ફેંકી દીધી. ત્યારબાદ તે પોતાના ઘરે પરત આવી ગયો. મૃતકા લલિતાની બહેન બબીતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેની બહેન અને બહેનનો દીકરો ઘણા દિવસથી ગુમ છે. જેની પર સોનીપત પોલીસે સઘનતાપૂર્વક તપાસ કરતાં ઘરની આસપાસ લાગેલા સીસીટીવી (CCTV Footage) તપાસવાનું શરુ કરી દીધું.
સમગ્ર મામલાનો ખુલાસો થયો છે કે બલરાજે જ પોતાની પત્ની લલિતાની હત્યા કરી તેની લાશને ઠેકાણે લગાડી દીધી છે. શનિવારે સોનીપત પોલીસે બલરાજની ધરપકડ કરી દીધી છે. આ સમગ્ર મામલાની જાણકારી આપતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મુકેશ કુમારે જણાવ્યું કે અમને 27-28 ઓગસ્ટે ગામ જોલીની રહેવાસી એક મહિલાએ ફરિયાદ આપી હતી કે તેની બહેન અને ભાણીયો ગુમ થઈ ગયા છે. આ સમગ્ર મામલામાં અમે સઘન તપાસ કરી અને સીસીટીવી ફુટેજની (CCTV Footage) તપાસ કરતાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે.
પોલીસે જણાવ્યું કે, બલરાજે જ પોતાની પત્ની લલિતાની હત્યા કરી અને લાશે ગંગ કેનાલમાં ફેંકી દીધી છે. હત્યા પાછળનું કારણ સામે આવી રહ્યું છે કે બલરાજને પોતાની પત્નીના ચારિત્ર પર શંકા હતી. તેથી તેણે તેની હત્યા કરી દીધી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. બલરાજ રાજ રાઇફલથી સેવાનિવૃત્ત છે. બલરાજે લલિતાની લાશને એટલા માટે કેનાલમાં ફેંકી દીધી હતી કારણ કે તેની લાશ કોઈના હાથમાં આવે જ નહીં અને મોતનું રહસ્ય અકબંધ રહે. પરંતુ સીસીટીવીએ તેના આ હત્યાના ગુનાનો પર્દાફાશ કરી દીધો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર