Home /News /national-international /દીકરી પાસે સુસાઈડ નોટ લખાવી, ફંદો લગાવી આત્મહત્યાનું નાટક કરવા કહ્યું, બાદમાં સ્ટૂલને લાત મારી દીધી

દીકરી પાસે સુસાઈડ નોટ લખાવી, ફંદો લગાવી આત્મહત્યાનું નાટક કરવા કહ્યું, બાદમાં સ્ટૂલને લાત મારી દીધી

નાગપુરમાંથી દગો કરીને સગી દીકરીને આત્મહત્યા કરાવી

મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક ચોકાંવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 40 વર્ષિય પિતાએ પોતાની જ 16 વર્ષની દીકરીની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

    નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક ચોકાંવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 40 વર્ષિય પિતાએ પોતાની જ 16 વર્ષની દીકરીની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ઘટના કલામના પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે. આ ઘટના એટલા માટે હેરાન કરનારી છે કેમ કે આરોપી પિતાએ પહેલા તો દીકરા પાસે સુસાઈડ નોટ લખાવી, બાદમાં તેને ફાંસી લગાવાનું નાટક કરવા માટે કહ્યું અને મોબાઈલમાં તસ્વીર પાડી, બાદમાં ફંદા સાથે લટકાયેલી દીકરી જે સ્ટૂલ પર ઊભી હતી, તેને લાત મારી દીધી, જે બાદ તેનું મોત થઈ ગયું.

    એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, પહેલા તો પોલીસે આ આત્મહત્યાનો કેસ માની રહી હતી. પણ જ્યારે અમુક શંકાસ્પદ કડીઓ હાથમાં લાગી તો, પોલીસે હત્યારા પિતા સુધી પહોંચી ગઈ. પોલીસે જણાવ્યું છે કે, તેમને 6 નવેમ્બરે 9માં ધોરણમાં ભણતી 16 વર્ષની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની સૂચના મળી હતી. પોલીસે કિશોરીના રૂમમાંથી પાંચ સુસાઈડ નોટ જપ્ત કરી અને તેના આધાર પર તેની સાવકી માતા અને સંબંધીઓ સહિત 5 લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉકસાવવાના આરોપમાં નામ નોંધી લીધા. જો કે બાદમાં મામલો કંઈક જુદો જ નિકળ્યો હતો.

    આ પણ વાંચો: મહારાષ્ટ્રમાંથી અપહરણ કરી સૂરતમાં લઈ આવ્યા 12 વર્ષનું બાળક, પોલીસે 72 કલાકમાં દબોચી લીધા

    હકીકતમાં તપાસ દરમિયાન પોલીસને પિતા પર પણ શંકા ગઈ હતી. તેના મોબાઈલની તપાસ કરી તો, વિદ્યાર્થીના ગળામાં ફંદો લટકાવતા હોવાની તસ્વીર મળી. બાદમાં પોલીસે મૃતકના પિતાની ધરપકડ કરી અને કડકાઈથી પૂછ્યું તો, તેણે આખી કબુલાત કરી લીધી. આરોપી પિતાએ કહ્યું કે, તેણે જ દીકરીને મારી છે.

    આરોપી એક મજૂર છે. તેની પ્રથમ પત્ની 2016માં ઝેર ખાઈને જીવન સમાપ્ત કરી ચુકી હતી. બાદમાં તેણે બીજા લગ્ન કર્યા. પોલીસે જણાવ્યું છે કે, આ શખ્સે પોતાની દીકરી પાસે એવું લખાવ્યું કે, તેનો સાવકો ભાઈ તેનું યૌન શોષણ કરી રહ્યો છે, અને તેની સાવકી માતા તેના પર લગ્ન કરવાનું પ્રેશર કરી રહી છે, પોલીસે આ આધાર પર પાંચ લોકોની ધરપકડ કરી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news

    विज्ञापन
    विज्ञापन