Home /News /national-international /

Pakistan માં ઇશનિંદાના આરોપમાં વધુ એક હત્યા, જીવ ના ગયો ત્યાં સુધી માર્યા ઇટ અને પત્થર

Pakistan માં ઇશનિંદાના આરોપમાં વધુ એક હત્યા, જીવ ના ગયો ત્યાં સુધી માર્યા ઇટ અને પત્થર

આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતની (Punjab Province)બતાવવામાં આવી રહી છે (પ્રતિકાત્મક તસવીર)

Pakistan news - ભીડે પીડિતને પોલીસ પાસેથી છોડાવીને ઝાડ સાથે બાંધી દીધો હતો. જે પછી તેની મારમારીને હત્યા કરી દીધી

    લાહોર : પાકિસ્તાનમાં (Pakistan) ઇશનિંદાના (Blasphemy) એક આરોપીને ભીડે પત્થરોથી હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતની (Punjab Province)બતાવવામાં આવી રહી છે. જ્યાં એક ગામમાં હિંસક ભીડે (Mob Lynching)એક ધાર્મિક પુસ્તકની બેઅદબીના આરોપમાં એક આધેડ વ્યક્તિની મારમારીની હત્યા કરી નાખી છે. પ્રત્યક્ષદર્શીઓએ રવિવારે આ જાણકારી આપી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ ઘટના શનિવારે સાંજે જંગલ ડેરા ગામમાં બની છે. જ્યાં સ્થાનિક લોકો નમાજ પછી જાહેરાત કરીને ભેગા થયા હતા અને જાહેરાત કરી કે એક વ્યક્તિએ પવિત્ર કુરાનના પાના ફાડીને તેને આગ લગાડી દીધી છે.

    આ લોકોના મતે પોલીસ ઘટના પહેલા ગામમાં પહોંચી ગઈ હતી પણ ભીડે પીડિતને થાના પ્રભારી પાસેથી છોડાવીને ઝાડ સાથે બાંધી દીધો હતો. જે પછી તેની મારમારીને હત્યા કરી દીધી હતી. પીડિતે કથિત રીતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો. જોકે ભીડે તેની વાત માની ન હતી. પોલીસે અધિકારીએ જણાવ્યું કે હત્યા પછી લાશને એક ઝાડ પર લટકાવી દીધી હતી. આ દરમિયાન પોલીસ કર્મીઓએ બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ ભીડે પોલીસ ઉપર પણ હુમલો કરી દીધો હતો.

    આ પણ વાંચો - Punjab Election 2022: અમિત શાહનો ચન્ની પર પ્રહાર, કહ્યું- પંજાબને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ

    બીબીસી ઉર્દુના રિપોર્ટ પ્રમાણે મૃતક વ્યક્તિની ઓળખ મુશ્તાક અહમદના રુપમાં થઇ છે. જે બારા ચાક ગામનો રહેવાસી હતો. આ મામલે પોલીસે 300 લોકો સામે કેસ નોંધ્યો છે અને તેમાં 62 લોકોની ધરપકડ કરી છે.

    પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી ઉસ્માન બુજદારે ઘટનાની વિસ્તૃત તપાસના આદેશ આપતા પોલીસે આ સંબંધમાં રિપોર્ટ માંગ્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ટ્વિટ કરતા કહ્યું કે ઘટનામાં સામેલ લોકો વિરુદ્ધ કડકાઇથી નીપટવામાં આવશે. મેં આ મામલે પંજાબના આઈજી પાસે રિપોર્ટ માંગ્યો છે.

    આ પણ વાંચો - Assembly Elections 2022: ઉત્તર પ્રદેશમાં સોમવારે બીજા તબક્કાનું મતદાન, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

    પાકિસ્તાનમાં ઇસ્લામનું અપમાન કરવા સામે સખત ઇશનિંદા કાનૂન છે. જે અંતર્ગત દોષિતને મોતની સજા સુધીની જોગવાઇ છે. જોકે નાગરિક અધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે આ કાનૂનોના ઉપયોગ હંમેશા બદલો લેવા માટે કરવામાં આવે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Mob lynching, પાકિસ્તાન

    આગામી સમાચાર