લગ્નમંડપમાં પ્રેમીએ પહેલા દુલ્હનને ગોળી મારી પછી પોતે કર્યો આપઘાત

લગ્નમંડપમાં પ્રેમીએ પહેલા દુલ્હનને ગોળી મારી પછી પોતે કર્યો આપઘાત

 • Share this:
  ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક લગ્નની ખુશી માતમમાં બદલાય ગઇ જ્યારે પ્રેમિકાના લગ્ન અન્ય યુવક સાથે થતા ગુસ્સામાં પ્રેમીએ સ્ટેજ પર જઇને પ્રેમિકાને ગોળી મારી દીધી. ત્યારબાદ પ્રેમીએ ખુદને ગોળી મારી આપઘાત કરી લીધો. બાદમાં પ્રેમી અને પ્રેમિકાને લોહીથી લથપથ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ બંનેના મોત થયા.

  આ ઘટના રાયબરેલીના બછરાવા કોતવાલી વિસ્તારની છે, અહીં રહેતા પુત્તીલાલની 22 વર્ષિય પુત્રી આશાના લગ્ન હતા. જાન ઉન્નાવ જનપદના કુસહરીમાંથી આવી હતી. રાતે એક વાગ્યે વરમાળા કાર્યક્રમ ચાલી રહ્યો હતો. વર-વધુ સ્ટેજ પ બેઠા હતા એટલામાં એક યુવક સ્ટેજ પર આવ્યો અને પોતાની લાયસન્સવાળી બંદુધ કાઢી દુલ્હનને ગોળી મારી દીધી.  અહીં ક્લિક કરી વાંચોઃ રાજકોટમાં પ્રતિબંધ બાદ પબજી ગેમ રમતાં 7 લોકો ઝડપાયા

  લગ્ન દરમિયાન દુલ્હનની તસવીર


  દુલ્હનને ગોળી માર્યા બાદ હાજર લોકો પ્રેમીને પકડવા માટે દોડ્યા પરંતુ એટલીવારમાં પ્રેમીએ પણ પોતાની જાતને ગોળીએથી ઉડાવી દીધો. લગ્નની ખુશી થોડી જ ક્ષણોમાં માતમમાં ફેરવાય ગઇ. જાણ થતા જ પોલીસકાફલો દોડી આવ્યો અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

  બાદમાં પોલીસ તપાસમાં ગ્રામજનોએ જણાવ્યું કે આશા અને વૃજેન્દ્રમાં છેલ્લા બે વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. પરંતુ આશાના પરિવારજનો આ સંબંધને સ્વીકારવા તૈયાર ન હતા.
  First published:March 13, 2019, 17:10 pm

  टॉप स्टोरीज