1500 રૂ.ની ઉધારીમાં 4 વર્ષની માસૂમના હાથ કાપીને કરી હત્યા

 • Share this:
  થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભિવંડી વિસ્તારમાં 1500 રૂપિયાની ઉધારીમાં એક વ્યક્તિએ દુકાનદારની 4 વર્ષની બાળકીના હાથ કાપીને તેની હત્યા કરી છે. આ ઘટના ભિવંડીના ભોઇવાડા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ઘટી છે.

  એક વ્યક્તિએ થોડા દિવસો પહેલા મહાદેવ નામના દુકાનદારની ચાર વર્ષની બાળકીની હત્યા કરી દીધી હતી. મહાદેવે થોડા દિવસો પહેલા આરોપીને 1500 રૂપિયાની ઉધારીની ચૂકવણી ન કરતા તેને લોકોની વચ્ચે એક થપ્પડ મારી દીધો હતો. જે પછી આરોપીએ બદલો લેવા માટે એ દુકાનદારની બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી હતી.

  જાણો આખો મામલો

  1 એપ્રિલના રોજ ચાર વર્ષની બાળકી પાયલના અપહરણનો કેસ નોંધવામાં આવ્યો. જે પછી 4 એપ્રિલના રોજ બાળકીનો મૃતદેહ દુકાનદારના ઘરથી 300 મીટર દૂરથી જ મળી આવ્યો હતો.

  પોલીસના જણાવ્યાં પ્રમાણે આરોપી પણ પોલીસ અને પરિવાર સાથે બાળકીને શોધવાનું નાટક કરતો હતો. પોલીસ અને પરિવાર જ્યાં પણ જાય ત્યાં બધી જ જગ્યાએ તે સાથે જતો હતો. બાળકીનો મૃતદેહ મળતાં તે ગભરાઇ ગયો અને પોતાના ગામડે ભાગી ગયો. તે અચાનક ભાગી જવાથી પોલીસને તેની પર શક થયો હતો. જેથી તેની તપાસ શરૂ કરી. જેમાં ખબર પડી કે તે પોતાના ગામમાં ભાગી ગયો છે. ત્યારબાદ તેની ગામમાંથી ધરપકડ કરી લીધી હતી.
  Published by:Kaushal Pancholi
  First published: