Home /News /national-international /OMG: 12 પત્ની, 102 બાળકો અને 578 પૌત્ર-પૌત્રી, આ ભાઈએ એટલા બાળકો પૈદા કર્યા કે, હવે નામ પણ નથી યાદ

OMG: 12 પત્ની, 102 બાળકો અને 578 પૌત્ર-પૌત્રી, આ ભાઈએ એટલા બાળકો પૈદા કર્યા કે, હવે નામ પણ નથી યાદ

યુગાંડાના આ શખ્સને છે 12 પત્ની અને અનેક બાળકો

હસહ્યા આ સમય બેરોજગાર છે અને તે પર્યટકો માટે આકર્ષણ બનીને રહી ગયા છે. તેમનું માનીએ તો, હવે તેમની પત્નીઓ ગર્ભનિરોધક પ્રયોગ કરી રહી છે, જેથી પરિવાર આગળ વધારી શકે નહીં. મૂસાએ કહ્યું કે, પત્નીઓ તો ગર્ભનિરોધકનો ઉપયોગ કરી રહી છે, પણ તેમન યુઝ કરવાનું સારુ નથી લાગતું.

વધુ જુઓ ...
કંપાલા: યુગાંડાના મૂસા હસહ્યા કસેરા પોતાના બાળકોના નામ પણ યાદ નથી રાખી શકતો. જો આપને લાગતૂ હોય કે, તેને કોઈ ગંભીર બિમારી છે, અથવા તો માનસિક પરેશાની છે, આ એકદમ ખોટી વાત છે. હકીકતમાં મૂસાના 102 બાળકો છે અને આવું થવા પર તેમના નામ ભૂલી જવા તે સ્વાભાવિક છે. 12 પત્નીઓથી 100થી વધારે બાળકો ઉપરાંત 68 વર્ષના મૂસાને 578 પૌત્ર-પૌત્રીઓ પણ છે. હવે જઈને મૂસાનું મન ભરાઈ ગયું છે અને તેને કહ્યું કે, હવે બહું થયું. પોતાનો આટલો મોટો પરિવાર જોઈને ખુદ મૂસા પણ ક્યારેક ક્યારેક પરેશાન થઈ જાય છે.

આ પણ વાંચો: ‘મારી સાથે છેતરપિંડી થઈ, મારો પતિ છોકરીઓ જેવો છે…’, પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, 2 વર્ષ પહેલા થયા હતા લગ્ન

બે પત્નીઓએ છોડ્યો સાથ


પૂર્વ યુગાંડાના બુટાલેજા જિલ્લાના ગામ બુગાસિયાના રહેવાસી મૂસાના જણાવ્યા અનુસાર, પહેલા તો તેને આ બધુ મજાક લાગતું હતું, પણ બાદમાં તેને અનુભવ થયો કે, તે બહુ મોટી મુસિબતમાં છે. તેણે જણાવ્યું કે, મારુ સ્વાસ્થ્ય ખરાબ થતું ગયું અને ફક્ત બે એકર જમીનમાં આટલો મોટો પરિવાર માટે ખૂબ ઓછુ છે. મારી બે પત્નીઓ ફક્ત એટલા માટે મને છોડીને ગઈ કેમ કે, તેમનું ખાવા-પીવાનં અને શિક્ષણની જરુરિયાત પુરી કરી શકતો નહોતો.

ટૂરિસ્ટ અટ્રેક્શન બન્યા હસહ્યા


હસહ્યા આ સમય બેરોજગાર છે અને તે પર્યટકો માટે આકર્ષણ બનીને રહી ગયા છે. તેમનું માનીએ તો, હવે તેમની પત્નીઓ ગર્ભનિરોધક પ્રયોગ કરી રહી છે, જેથી પરિવાર આગળ વધારી શકે નહીં. મૂસાએ કહ્યું કે, પત્નીઓ તો ગર્ભનિરોધકનો ઉપયોગ કરી રહી છે, પણ તેમન યુઝ કરવાનું સારુ નથી લાગતું.

17 વર્ષે કર્યા પહેલા લગ્ન


હસહ્યા જે ગામમાં રહે છે, ત્યાં પ્રશાસનને પણ હવે આ પરિવારને સંસાધન પુરા પાડવામાં મુશ્કેલી આવી રહી છે. હસહ્યાના બાળકો એક મોટા તૂટેલા ફુટેલા મકાનમાં રહે છે. આ ઘરની છત પડવાની અણી પર છે. લોખંડની નાળીમાં જંગ લાગ્યો અને આજૂબાજૂ બે ડઝન ઘાસથી બનેલી ઝુંપડી છે. મૂસાના પ્રથમ લગ્ન 1972માં થઈ હતી અને સમગ્ર રીતિ રીવાજો સાથે તેમના લગ્ન થયા. તે સમય તેમની પત્નીની ઉંમર 17 વર્ષ હતી.

તેના એક વર્ષ બાદ તેમની દીકરી સૈંડ્રા નબવાયરનો જન્મ થયો હતો. હસહ્યાના મુજબ તેમના માતા-પિતાના ફક્ત બે સંતાન હતા. ત્યારે તેમના ભાઈ, સંબંધી અને દોસ્તોને વધારે બાળકો પૈદા કરવાની સલાહ આપી. તેનો ઉદ્દેશ્ય પરિવારની વિરાસતને આગળ વધારવાનો હતો.

હસહ્યા જાનવરોને વેચવા અને કસાઈનું કામ કરતા હતા. પોતાના નજીકના સંબંધીઓ પાસેથી મળેલી સલાહ બાદ તેમના ગામના લોકોએ પોતાની દીકરીના લગ્ન તેની સાથે કરવાની ડિમાન્ડ રાખી. અમુકની તો ઉંમર 18 વર્ષથી પણ ઓછી હતી. યુગાંડામાં બાળ વિવાહ પર સન 1995માં બૈન લગાવ્યો હતો. અહીં પર કેટલાય લગ્ન કરવાનો રિવાજ છે, કેમ કે અમુક ધાર્મિક પરંપરાઓમાં તેને માન્યતા મળેલી છે.

સૌથી નાની પત્નીની ઉંમર ફક્ત 35 વર્ષ


હસહ્યાના 102 બાળકોની ઉંમર 10થી 50 વર્ષની વચ્ચે છે. જ્યારે તેમની સૌથી નાની પત્નીની ઉંમર 35 વર્ષ છે. હસહ્યાને ફક્ત પ્રથમ અને છેલ્લા બાળકનું નામ યાદ છે. બાકીના બાળકોને બોલાવવા માટે નોટબુકમાં લખેલા નામનો સહારો લેવો પડે છે. બાળકોની મા તેમને ઓળખવામાં મદદ કરે છે. પરિવારમાં જો કોઈને ઝઘડો થાય છે, તેના સમાધાન માટે દર મહિને એક મીટિંગ થાય છે.
First published:

Tags: Ajab Gajab, Viral news