ટ્રેનની નીચે પટકાયો છતાં બચી ગયો પેસેન્જરનો જીવ, જુઓ VIDEO

ચાલતી ટ્રેનમાં ચડવા જતાં લપસ્યો પગ અને પેસેન્જર ટ્રેક અને પ્લેટફોર્મની વચ્ચે પટકાયો

ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પગ લપસ્યો અને પેસેન્જર ટ્રેક અને પ્લેટફોર્મની વચ્ચે પટકાયો

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : નજરે જોનારાને પણ વિશ્વાસ ન બેસે તેવી ઘટના સામે આવી છે. ઓડિશાના ઝારસુગુડા રેલવે સ્ટેશન જ્યારે એક પેસેન્જર ચાલતી ટ્રેનમાં ચડવાના ચક્કરમાં પાટા અને પ્લેટફોર્મની વચ્ચે પડી ગયો. વીડિયોમાં જોવા મળે છે કે, ચાલતી ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં પેસેન્જરનો પગ લપસી જાય છે અને તે ગબડીને પાટાની બાજુમાં પટકાય છે.

  મળતી જાણકારી મુજબ, ઓડિશાના ઝારસુગુડા રેલવે સ્ટેશન પર તે સમયે લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા જ્યારે ચાલતી ટ્રેનમાં ચડવાના ચક્કરમાં એક પેસેન્જર પાટા પર ગબડી પડ્યો.

  વીડિયો જોવાથી લાગે છે કે વ્યક્તિ જે રીતે પ્લેટફોર્મથી પાટાની વચ્ચે પડ્યો છે તેનાથી તેની બચવાની શક્યતા નહીંવત છે. પરંતુ એવું ન થયું, પેસેન્જરને નાની-મોટી ઈજાઓ થઈ છે પરંતુ તે બચી ગયો છે.

  વીડિયોમાં જોઈ શકાય છે કે પાટાઓની વચ્ચે પડેલા પેસેન્જરને બચાવવ માટે પ્લેટફોર્મમાં ઉપસ્થિત લોકો આગળ વધે છે પરંતુ ત્યાં સુધી તે નીચે પટકાઈ ચૂક્યો હતો. ટ્રેન પસાર થયા બાદ લોકોએ પેસેન્જરને ઉઠાવ્યો અને હોસ્પિટલમાં દાખલ કર્યો છે.

  આ પણ વાંચો, India's Got Talentના નિર્માતા સોહન ચૌહાણનું મોત, તળાવમાં મળી લાશ
  Published by:Mrunal Bhojak
  First published: