પિતાએ દીકરાને પંખે લટકાવ્યો; દીકરીએ ઘટના મોબાઇલમાં ઉતારી

3 મિનિટ અને 47 સેક્ન્ડનાં વીડિયોમાં જોઇ શકાય છે કે, સુરેશ તેના દીકરાને પંખા સાથે બાંધીને મારી રહ્યો છે

News18 Gujarati
Updated: June 3, 2019, 1:36 PM IST
પિતાએ દીકરાને પંખે લટકાવ્યો; દીકરીએ ઘટના મોબાઇલમાં ઉતારી
સામુહિક આત્મહત્યાની ઘટના હતી
News18 Gujarati
Updated: June 3, 2019, 1:36 PM IST
બેંગ્લુરુ: બેંગ્લુરુમાં એક ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ તેના 12 વર્ષનાં દીકરાને પંખા સાથે લટકાવી દીધો અને તેના કારણે દીકરાનું મોત થયુ. એટલુ જ નહીં, પણ આ સમગ્ર ઘટનાને તેની બહેને મોબાઇલના કેમેરામાં ઉતારી હતી.
આ વ્યક્તિએ તેની પત્નિને પણ આત્મહત્યા કરવા મજબૂર કરી.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ ઘટના વિભૂતિનગરમાં બની હતી. પોલીસે જણાવ્યું કે, સુરેશ બાબુ (43) સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે જ્યારે તેની પત્નિ ગીતાબાઇ ઘરકામ કરતી હતી.

આ દંપત છેલ્લા ઘણા સમયથી આર્થિક સકંડામણમાંથી પસાર થઇ રહ્યો હતો. તેમણે ચીટ ફંડમાં પૈસા રોક્યા હતા અને તેમાં તેમને નુકશાન થયું હતું. તેમણે પ્રાઇવેટ ધીરધાર કરનારા લોકો પાસેથી પૈસા ઉધાર લીધા હતા પણ તે પૈસા ચૂકવી ન શકતા, સુરેશ અને તેની પત્નિએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યુ. તેમણે 17 વર્ષની દીકરી અને 12 વર્ષનાં દીકરા વરુણને પણ મારી નાંખવાનો પ્લાન કર્યો હતો.

આ સમગ્ર ઘટનાનો 3 મિનિટ અને 47 સેક્ન્ડનાં વીડિયોમાં જોઇ શકાય છે કે, સુરેશ તેના દીકરાને પંખા સાથે બાંધીને મારી રહ્યો છે જ્યારે તેની પત્નિ અને દીકરી આસપાસ ઉભા રહીને રડી રહ્યા છે. વરુણની બહેન આજીજી કરી રહી છે કે, તેને એકલો મુકી દેવામાં આવે. જો કે, ગીતા અચાનક તેની દીકરી પાસેથી મોબાઇલ ફોન ખેંચી લે છે અને વીડિયો બંધ થઇ જાય છે.

સુરેશે પોલીસને નિવેદનમાં એવું કહ્યું કે, જ્યારે તે પોતે આત્મહત્યા કરવા ગયો ત્યારે તેની દીકરીએ તેને રોકી દીધો. સુરેશે પહેલા એવુ કહ્યુ હતું કે, તેની પત્નિએ તેના દીકરાને મારી નાંખ્યો અને પાછળથી તેણીએ આત્મહત્યા કરી. પણ પોલીસ તપાસમાં બીજા તથ્યો બહાર આવ્યા.
Loading...

આ એક સામુહિક આત્મહત્યાનો કિસ્સો હતો. પોલીસે સુરેશ સામે ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: June 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...