પતિ કહેતો- નાના કપડા પહેર અને દારૂ પી, પત્ની માની નહીં તો આપ્યા ત્રણ તલાક

News18 Gujarati
Updated: October 13, 2019, 11:30 AM IST
પતિ કહેતો- નાના કપડા પહેર અને દારૂ પી, પત્ની માની નહીં તો આપ્યા ત્રણ તલાક
પીડિતાએ કહ્યું કે, પતિ નાઇટ પાર્ટીમાં લઈ જવાનું કહેતો હતો અને ના પાડતાં મારતો હતો

પીડિતાએ કહ્યું કે, પતિ નાઇટ પાર્ટીમાં લઈ જવાનું કહેતો હતો અને ના પાડતાં મારતો હતો

  • Share this:
પટના : બિહાર (Bihar)ની રાજધાની પટના (Patna)તી એક ત્રણ તલાક (Triple Talaq)નો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પીડિત મહિલાએ દાવો કર્યો છે કે દારૂ ન પીવા અને જિન્સ ન પહેરવાના કારણે પતિએ તેને ત્રણ તલાક આપી દીધા. મહિલાએ કહ્યું કે, પતિ મૉડર્ન બનવા અને અલગ-અલગ રીતે ડ્રેસ પહેરવાની વાત કરતો હતો. પરંતુ, તેણે ઇન્કાર કરતાં પતિએ ત્રણ તલાક આપી દીધા.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં પીડિત મહિલાએ કહ્યું કે, વર્ષ 2015માં મારા ઈમરાન મુસ્ફતા સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ અમે દિલ્હી જતા રહ્યા. થોડાક મહિનાઓ બાદ પતિએ કહ્યુ કે તું પણ શહેરની અન્ય મોર્ડન યુવતીઓની જેમ રહે. તેઓ ઈચ્છતા હતા કે હું નાના કપડા પહેરું, નાઇટ પાર્ટીમાં જઉં અને દારૂ પીવું. જ્યારે હું ઇન્કાર કરતી તો તેઓ રોજ મને મારતા હતા.

વર્ષો સુધી ત્રાસ આપ્યા બાદ આપ્યા ત્રણ તલાક

પીડિતાએ કહ્યું કે, વર્ષો સુધી ત્રાસ આપ્યા બાદ પતિએ થોડાક દિવસ પહેલા મને ઘર છોડીને જવા માટે કહ્યુ. જ્યારે મેં ઇન્કાર કર્યો તો તેણે ત્રણ તલાક આપી દીધા. પીડિત મહિલાએ આ સંબંધમાં રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા આયોગે પીડિતાના પતિને નોટિસ પણ મોકલી છે.

મહિલા આયોગે નોટિસ મોકલી

બિહાર રાજ્ય મહિલા આયોગે અધ્યક્ષા દિલમણિ મિશ્રાએ કહ્યું કે, પતિ પીડિતાને ત્રાસ આપતો હતો. બે વાર તેણે બળજબરી એબોર્શન પણ કરાવી દીધી. 1 સપ્ટેમ્બરે પતિએ ટ્રિપલ તલાક આપી દીધા. એમ આ મામલામાં આરોપીને નોટિસ મોકલી છે અને ટૂંક સમયમાં તપાસ કરીશું.ત્રણ તલાક હવે અપરાધ

1 ઑગસ્ટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાદ મુસ્લિમ મહિલા (વિવાહ અધિકારી સંરક્ષણ) બિલ, 2019 કાયદાનું રૂપ લઈ લીધું છે. આ ત્રણ તલાક નિરોધક કાયદા તરીકે પણ ઓળખાય છે. આ હેઠળ ત્રણ તલાકને અપરાધ કરાર કરવામાં આવ્યો છે અને દોષી પુરવાર થતાં ત્રણ વર્ષની સજા થઈ શકે છે.

આ પણ વાંચો,

દિલ્હીમાં ગુજરાતી સમાજ ભવન પાસે PM મોદીની ભત્રીજીનું પર્સ ચોરાયું
મૃત પુત્રીને દફનાવતી વખતે પિતાને ખાડામાંથી મળી જીવતી બાળકી, નામ રાખ્યું 'સીતા'
First published: October 13, 2019, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading