Home /News /national-international /આ જિંદગીનો કોઈ ભરોસો નથી: મેડિકલ સ્ટોર પર દવા લેવા ગયેલા શખ્સને આવ્યો હાર્ટ અટેક, 2 મીનિટમાં થયું મોત
આ જિંદગીનો કોઈ ભરોસો નથી: મેડિકલ સ્ટોર પર દવા લેવા ગયેલા શખ્સને આવ્યો હાર્ટ અટેક, 2 મીનિટમાં થયું મોત
heart attack viral video
વાયરલ થઈ રહેલા સીસીટીવી ફુટેજ ફરીદાબાદના 33 ફુટ રોડનો છે. અહીં આવેલી એક મેડિકલ શોપ પર એક 23 વર્ષિય યુવક ઓઆરએસ લેવા ગયો હતો. જ્યાં થોડી વારમાં તેને હાર્ટ અટેક આવ્યો હતો.
VIRAL VIDEO: સોશિયલ મીડિયા પર એક હચમચાવી નાખતો વીડિયો હાલમાં સામે આવ્યો છે. જેમાં આપ લાઈવ જોઈ શકશો કે, એક શખ્સ અચાનક હાર્ટ અટેક આવતા મોતને ભેટ્યો હતો. દિલ્હી-એનસીઆરના ફરીદાબાદની આ ઘટના છે, જ્યાં મેડિકલની દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, જેને જોઈને લોકો ચોંકી ગયા હતા.
વાયરલ થઈ રહેલા સીસીટીવી ફુટેજ ફરીદાબાદના 33 ફુટ રોડનો છે. અહીં આવેલી એક મેડિકલ શોપ પર એક 23 વર્ષિય યુવક ઓઆરએસ લેવા ગયો હતો. જ્યાં થોડી વારમાં તેને હાર્ટ અટેક આવ્યો અને ફક્ત 2-3 મીનિટમાં જ તેનું મોત થઈ જાય છે. હાર્ટ અટેક આવતા પહેલા યુવકને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જ્યારે અટેક પડ્યા પહેલા તે એકદમ ઠીક હતો. મોતનો આ લાઈવ વીડિયો જોઈને ભલ ભલાને પરસેવો છુટી ગયો હતો.
મોતનો લાઈવ વીડિયો થયો વાયરલ
જાણકારી અનુસાર, 23 વર્ષિય આ યુવકનું નામ સંજય હતું. જે મૂળતો યૂપીના એટા જિલ્લાનો રહેવાસી હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મેડિકલ સ્ટોર પર જ્યારે તે દવા લઈ રહ્યો હતો, અચાનક થોડી વારમાં તે નીચે પડી ગયો અને નીચે પડતા જ સ્ટોર પર હાજર દુકાનદાર ગભરાઈ જાય છે અને તેની પાસે જાય છે. આ સમગ્ર ઘટના મેડિકલ સ્ટોર પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જાય છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર