ચંદીગઢ : કાર કે બાઇકમાં વીઆઇપી નંબરની (VIP number plate)માંગ ઘણી જોવા મળે છે. લોકો મનપસંદ નંબર (VIP number)લેવા માટે લાખો રૂપિયાની બોલી લગાવે છે. આ નંબર સ્ટેટસ અને રોયલિટીનું સિમ્બલ બની ગયું છે. ચંદીગઢમાં (Chandigarh)વીઆઇપી નંબર 0001 માટે 15 લાખ 44 હજાર રૂપિયાની બોલી લગાવી હતી. ચંદીગઢમાં રહેતા બ્રૃજ મોહને પોતાની 70 હજાર રૂપિયાની સ્કૂટી માટે આ વીઆઈપી નંબર (VIP Number For Scooty)ખરીદ્યો છે. બ્રૃજ મોહનનું કહેવું છે કે તેણે પોતાના બાળકના કહેવા પર આ નંબર લીધો છે.
ચંદીગઢમાં નવી સિરીઝ CH- 01 CJ 0001 ની બોલી લાગી
ચંદીગઢમાં નવી સિરીઝ CH- 01 CJ 0001 ની બોલી લાગી હતી. ચંદીગઢના બ્રૃજ મોહને 15 લાખ 44 હજાર રૂપિયામાં એક્ટિવા માટે વીઆઈપી નંબર લીધો હતો. બ્રૃજ મોહને કહ્યું કે શોખની કોઇ કિંમત હોતી નથી. જ્યારે મેં પ્રથમ વખત નંબર એપ્લાય કર્યો તો મને લાગ્યું કે એક વીઆઈપી નંબર હોવો જોઈએ. શોખ હતો કે તેની પાસે ચંદીગઢનો 0001 નંબર હોય.
પોતાનો અને બાળકોનો શોખ પુરો કરવા માટે તેમણે આ નંબર લીધો છે. બ્રૃજ મોહને કહ્યું કે તેમણે પહેલા પણ બાળકોને કહેવાથી મોબાઇલનો વીઆઈપી નંબર લીધો હતો. હાલ તે આ વીઆઈપી નંબર પોતાની એક્ટિવા સ્કૂટી પર લગાવશે. એક ગાડી લેવાનું પણ પ્લાનિંગ છે. જ્યારે ગાડી લઇશ તો આ નંબરને તેમાં ટ્રાન્સફર કરાવી દઇશ.
બ્રૃજ મોહને કહ્યું કે બાળકોની ઇચ્છા હતી કે તેમની પાસે એક વીઆઈપી નંબર હોય. બાળકોનો શોખ પુરો કરવા માટે વીઆઈપી નંબર માટે બોલી લગાવવાનો વિચાર કર્યો હતો. પહેલા જ વિચાર કર્યો હતો કે 0001 નંબર લઇશ. હરાજી થઇ તો તેને આ નંબર 15 લાખ 44 હજારમાં મળ્યો હતો. આ નંબર મળવાથી ઘણો ખુશ છું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર