માર્કેટમાં 'ન તૂટવાવાળા ઈંડા'નું રહસ્ય ખુલ્યું, હકીકત જાણી લોકો થયા આશ્ચર્યચકિત
માર્કેટમાં 'ન તૂટવાવાળા ઈંડા'નું રહસ્ય ખુલ્યું, હકીકત જાણી લોકો થયા આશ્ચર્યચકિત
ન તૂટતુ ઈંડુ
indestructible egg : મંડી જિલ્લાના ગોહર સબ-ડિવિઝનમાં સ્થિત સલોઈ ગામના રહેવાસી મહેન્દ્ર કુમારને જંગલમાં ઘાસ કાપતી વખતે એક ઈંડું મળ્યું જે એક વૃક્ષ પર પથ્થર જેવું કઠણ હતું. મહેન્દ્રને શરૂઆતમાં તે સામાન્ય પક્ષીનું ઈંડું લાગતું હતું, પરંતુ જ્યારે ઈંડું ઝાડ પરથી પડ્યું ત્યારે તેમાં એક પણ ખરોચ આવી હતી નહિ. તેણે તેને ચકાસવા માટે પથ્થર પર જોરથી ઘા કર્યો, તો પણ તે તૂટ્યું નહીં
indestructible Egg : હિમાચલ પ્રદેશની બજારમાં મળેલા પથ્થર જેવા કઠણ અને અવિનાશી ઈંડા(indestructible Egg) અંગે પડદો ઉંચકાયો છે. આ ઈંડાની સચ્ચાઈ જાણીને દરેકને આશ્ચર્ય થાય છે. વાસ્તવમાં હવે જાણવા મળ્યું છે કે આ ઈંડું(Egg) નહીં, પરંતુ પૂજામાં વપરાતો શાલિગ્રામ(shaligram) પથ્થર છે. હકીકતમાં, મંડી જિલ્લાના ગોહર સબ-ડિવિઝનમાં સ્થિત સલોઈ ગામના રહેવાસી મહેન્દ્ર કુમારને જંગલમાં ઘાસ કાપતી વખતે એક ઝાડ પર એક એવું ઈંડું(indestructible Egg) મળ્યું, જે પથ્થર જેવું કઠણ હતું. મહેન્દ્રને શરૂઆતમાં તે સામાન્ય પક્ષીનું ઈંડું લાગતું હતું, પરંતુ જ્યારે ઈંડું(indestructible Egg) ઝાડ પરથી પડ્યું ત્યારે તેમાં એક પણ ખરોચ પડી નહિ. તેણે તેને ચકાસવા માટે પથ્થર પર જોરથી ઘા કર્યો, તો પણ તે તૂટ્યું નહીં.
ઈંડુ બીજા પક્ષીનું હોઈ શકે
આ જોઈને મહેન્દ્ર કુમાર આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે પોતાના ઘર અને ગામના લોકોને આ ઈંડા વિશે જણાવ્યું. આ ઈંડું દેખાવમાં બિલકુલ મરઘીના ઈંડા જેવું હતું, પરંતુ તેનું કદ સામાન્ય ઈંડા કરતાં થોડું વધારે હતું. મહેન્દ્ર કુમારે તેના ઈંડા અંગે ગોહર ખાતેના વેટરનરી વિભાગને જાણ કરી અને ત્યારબાદ ઈંડા લઈને વેટરનરી હોસ્પિટલ પહોંચ્યા. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે આ ઈંડું કોઈ મોટા પક્ષીનું હોઈ શકે છે.
જોકે, જ્યારે આ વાત ભદ્રોણનાં રહેવાસી પ્રીતમ સુધી પહોંચી તો તે પશુ દવાખાને પહોંચ્યો અને કહ્યું કે તે ઈંડું નહીં, પરંતુ શાલિગ્રામ છે. તેણે જણાવ્યું કે આ શાલિગ્રામને તેના ઘરના તુલસીના છોડ પાસે રાખવામાં આવ્યો હતો. તેણે અનુમાન કર્યું કે કોઈ પક્ષીએ તેને ત્યાંથી ઉપાડીને ઝાડ પર છોડી દીધું છે. હવે આ રહસ્યમય ઈંડાની હકિકત જાણીને બધાને નવાઈ લાગી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર