'ભાઈની ભટકતી આત્માએ યુવકનું ગળું કાપી દીધું'- પડોશીની વાત સાંભળી પોલીસ ચોંકી ગઈ

News18 Gujarati
Updated: March 8, 2020, 10:04 AM IST
'ભાઈની ભટકતી આત્માએ યુવકનું ગળું કાપી દીધું'- પડોશીની વાત સાંભળી પોલીસ ચોંકી ગઈ
પડોશી મહિલાનો પોલીસ સમક્ષ દાવો, 'મૃતક યુવકના ભાઈની આત્માએ જ તેની ગળું કાપીને હત્યા કરી દીધી'

પડોશી મહિલાનો પોલીસ સમક્ષ દાવો, 'મૃતક યુવકના ભાઈની આત્માએ જ તેની ગળું કાપીને હત્યા કરી દીધી'

  • Share this:
થાણે : મુંબઈથી પાસે આવેલા થાણેની ભિવંડી ટાઉનશિપના નરપોલી વિસ્તારમાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 31 વર્ષીય એક વ્યક્તિની લીશ મળી છે. પોલીસે આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે આ શખ્સનું ગળું કપાયેલું હતું, જેના કારણે તેનું મોત થયું. બીજી તરફ મૃતકના પડોશીનું કહેવું છે કે મૃત ભાઈના ભૂતે જ તેની હત્યા કરી છે.

અધિકારીએ મૃતકના પડોશમાં રહેતી એક મહિલા તરફથી નોંધાયેલી ફરિયાદનો હવાલો આપતાં જણાવ્યું કે તુલસીરામ ચવ્હાણ પોતાના માતા-પિતાના મૃત્યા બાદ ઘરમાં એકલો જ રહેતો હતો. તેની સાથે રહેવા આવેલા તેના ભાઈનું આ વર્ક્ષ્ષે 2 ફેબ્રુઆરીએ જ મોત થયું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું, 'મહિલાએ અમને જણાવ્યું કે મૃતક તુલસીરામ ચવ્હાણે તેમને શુક્રવાર મોડી રાત્રે જણાવ્યું કે તેને એવો અહેસાસ થયો કે તેના ભાઈની આત્મ તે ઘરમાં ઘટકી રહી છે અને તેની પર રાત્રે સૂતી સમયે હુમલો કરી શકે છે.'

આ પણ વાંચો, કારચાલકે SMSનો જવાબ આપવાં છોડ્યું સ્ટિયરિંગ, કાર ઊડીને નદીમાં ખાબકી, જુઓ Video

પોલીસ અધિકારીએ આ ઉપરાંત જણાવ્યું કે, મહિલાએ તે રાત્રે પોતાના ઘરે જ સૂઈ જવા માટે કહ્યું. ત્યારબાદ (શનિવાર) સવારે 5 વાગ્યાની આસપાી તે ઘરથી બહાર ગયો અને પરત આવ્યો નહીં. સવારે લગગભ 7:30 વાગ્યે ઘરની પાસે જ તેની લાશ મળી. તેનું ગળું કોઈ ધારદાર વસ્તુથી કપાયેલું હતું.

પોલીસે જણાવ્યું કે, લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને કેસમાં અજાણ્યા લોકોની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે તથા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ પણ વાંચો, Uber ડ્રાઇવરે યુવતીને સંભળવાવ્યું સુરીલું ગીત, ઇન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ
First published: March 8, 2020, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading