સૈનિક દિયરના ગળાડૂબ પ્રેમમાં પડી ભાભી, આવી રીતે ભૂટ્યો ભાંડો

મહિલાએ લગ્ન પર ખર્ચ થયેલા 10 લાખ રૂપિયા પણ માંગ્યા. હવે પતિએ કોર્ટમાં અરજી દાખલ કરીને પત્ની અને દીકરીની કસ્ટડી માંગી છે.

મહિલાએ લગ્ન પર ખર્ચ થયેલા 10 લાખ રૂપિયા પણ માંગ્યા. હવે પતિએ કોર્ટમાં અરજી દાખલ કરીને પત્ની અને દીકરીની કસ્ટડી માંગી છે.

 • Share this:
  ભાભી દિયરના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટના હરિયાણાની છે, અહીં એક મહિલાને તેના સૈનિક દિયર સાથે પ્રેમ થઇ ગયો એટલું જ નહીં તેણીએ બાળકીના પિતા તરીકે પણ દિયરનું નામ લખાવી દીધું. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો જ્યારે મહિલાના પતિએ પોતાની દીકરી મેળવવા અરજી કરી.

  પ્રાપ્ત વિગત પ્રમાણે એક મહિલા લગ્નના 3 વર્ષ પછી તેના સૈનિક દિયર સાથે રહેવા લાગી હતી. દીકરીને જન્મ આપ્યા પછી મહિલાએ પરિવારને એક વધુ ઝટકો આપી દીધો. તેણે દીકરીના બર્થ સર્ટિફિકેટ પર પિતાની કોલમમાં સૈનિક દિયરનું નામ લખી દીધું. મહિલાના પતિએ પત્ની અને દીકરીને મેળવવા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી. મામલો સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યો. સહાયક બાળવિવાહ નિષેધ અને મહિલા સંરક્ષણ અધિકારી દેવેન્દ્ર શર્માએ બંને પક્ષોને આમને-સામને કર્યા. પત્નીએ પતિની સાથે રહેવાની સ્પષ્ટપણે ના પાડી દીધી અને છૂટાછેડા માંગી લીધા.

  મહિલાએ લગ્ન પર ખર્ચ થયેલા 10 લાખ રૂપિયા પણ માંગ્યા. હવે પતિએ કોર્ટમાં અરજી દાખલ કરીને પત્ની અને દીકરીની કસ્ટડી માંગી છે. અરજીમાં યુવકે જણાવ્યું કે તે પંજાબમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. 17 જૂન, 2014ના રોજ મેરઠની યુવતી સાથે તેના લગ્ન થયા હતા.

  પતિએ જણાવ્યું કે, લગ્નના કેટલાક સમય સુધી તો પત્ની બરાબર રહી. પછીથી તેનો ઝુકાવ તેના સૈનિક દિયર પ્રત્યે વધવા લાગ્યો, પહેલા તો ભાઈ સૈન્યમાંથી ઘણા મહિનાઓ પછી રજા પર આવતો હતો પરંતુ અમારા લગ્ન થયા પછી તો બહુ જલ્દી-જલ્દી રજા લઈને આવવા લાગ્યો. પહેલા તો અમે કશું સમજી ન શક્યા પરંતુ જ્યાં સુધી મામલો સમજાય ત્યાં સુધીમાં તો પત્ની તેની થઈ ચૂકી હતી. આ વાતને લઈને પરિવારમાં ઝઘડા પણ થયા. પત્ની ઝઘડો કરીને ભાઈના રૂમમાં જઈને બેસી જતી હતી.

  લગ્નના 3 વર્ષ પછી તે પિયર ચાલી ગઈ અને ત્યાં પણ તેનો દિયર સાથે સંપર્ક રહ્યો. 18 મે, 2017ના રોજ દીકરી થઈ હતી. પતિએ ફરિયાદ આપ્યા પ્રમાણે, તે દીકરી તેની છે. જ્યારે પત્નીએ બર્થ સર્ટિફિકેટમાં પિતાના કોલમમાં તેના સૈનિક ભાઈનું નામ લખાવડાવ્યું છે.
  Published by:Sanjay Vaghela
  First published: