જાદુ-ટોણાની શંકામાં કાકીને કુહાડી કાપી નાખી, પછી માથુ લઈ 13 કિ.મી. ચાલી પોલીસ સ્ટેશન પહોંચ્યો

News18 Gujarati
Updated: June 16, 2020, 4:55 PM IST
જાદુ-ટોણાની શંકામાં કાકીને કુહાડી કાપી નાખી, પછી માથુ લઈ 13 કિ.મી. ચાલી પોલીસ સ્ટેશન પહોંચ્યો
જાદુ-ટોનાની શંકામાં મહિલાનું માથુ કાપી નાખ્યું

2010 બાદથી વર્ષે લગભગ 60 ટકા હત્યા જાદુ-ટોનાના સંબંધમાં થઈ હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં મોટાભાગની હત્યા આદીવાસી વિસ્તારમાં

  • Share this:
ઓડિશાના મયૂરભંજ જિલ્લાના બારિપદામાં એક મહિલાએ જાદુ-ટોના કર્યું હોવાની શંકામાં એક 30 વર્ષિય યુવકે મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. ત્યારબાદ હત્યારો ભત્રીજો કાકીનું માથુ પકડી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આત્મસમર્પણ કર્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર, હત્યા કરનાર આરોપી 13 કિમી માથુ પકડી ચાલીને પોલીસ સ્ટેશન પહોંચ્યો. આરોપી બુદ્ધુરામ સિંહે પોલીસને જણાવ્યું કે, તેણે સવારે પોતાની કાકી ચંપા સિંહને મારી નાખી, કેમ કે એને શંકા હતી કે, તેણી દીકરીના મોતના ત્રણ દિવસ પહેલા આ 60 વર્ષિય મહિલા દ્વારા કાલા જાદુ કરવામાં આવ્યો હતો, તેના કારણે દીકરીનું મોત થયું.

ખૂંટા પોલીસ અધિકારી સ્વર્ણલત્તા મિંઝે કહ્યું કે, બુદ્ધુરામ સિંહ અને મહિલા બંને મુઆસાહી ગામમાં રહેતા હતા અને આદિવાસી છે. આરોપીએ પોલીસને તે કુલ્હાડી પણ સોંપી, જેનાથી તેણે મહિલાનું માથુ વાઢી દીધુ હતું.


પોલીસ સૂત્રો અનુસાર, ચંપા સિંહ પોતાના ઘરે ઊંઘી રહી હતી, ત્યારે બુદ્ધુરામ સિંહે તેણે ઘસડીને ઘરની બહાર કાઢી અને હત્યા કરી દીધી. ત્યારબાદ તે કાપેલા મોંઢા પર કપડુ બાંધી પોલીસ સ્ટેશન પહોંચ્યો. સૂત્રો અનુસાર, તેણે જ્યારે હત્યા કરી ત્યારે કેટલાક લોકો ઘટના સ્થળ પર હાજર હતા, પરંતુ કોઈએ બુદ્ધુરામને હત્યા કરતા રોકવાની કોશિસ ન કરી.

પોલીસે આરોપી બુદ્ધુરામની ધરપકડ કરી લીધી છે, અને તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. જ્યારે શબને પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ઓડિશામાં 2010 બાદથી વર્ષે લગભગ 60 ટકા હત્યા જાદુ-ટોનાના સંબંધમાં થઈ હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં મોટાભાગની હત્યા આદીવાસી વિસ્તારમાં થઈ છે. સૂત્રો અનુસાર, તેમાંથી 12 મયૂરભંજ વિસ્તારની છે.
First published: June 16, 2020, 4:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading