ફેસબુક પોસ્ટ લખ્યા પછી અનામતની માંગને લઈને એક વ્યક્તિએ કરી આત્મહત્યા

 • Share this:
  ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): મરાઠા અનામતની માંગને લઈને 35 વર્ષીય એક વ્યક્તિએ ચાલતી ટ્રેન સામે છલાંગ લગાવીને કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. મુકંદવાડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નાથા જાધવે જણાવ્યું કે, પ્રમોદ જયસિંહ હોરેએ એક દિવસ પહેલા ફેસબુક અને વોટ્સએપ પર લખ્યું હતું કે, અનામતની માંગના સમર્થનમાં પોતાનું જીવ આપી દેશે. તેને મુકુંદવાડી વિસ્તારમાં ચાલતી ટ્રેન સામે કથિત રૂપે તેને છલાંગ લગાવી દીધી. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી મરાઠા સમાજના ચાર લોકોએ અનામતને લઈને આત્મહત્યા કરી લીધી છે.

  એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જયસિંહે ફેસબુક પર લખ્યું હતું, આજે એક મરાઠા છોડીને જઈ રહ્યો છે... પરંતુ મરાઠા અનામત માટે કંઈક કરો. મહારાષ્ટ્ર લોક સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરવામાં લાગેલ જયસિંહે વધુ એક સંદેશમાં લખ્યું હતું. મરાઠા અનામત એક જીવ લેશે. તેમના કેટલાક મિત્રાએ તેને આવું ના કરવાનું પણ કહ્યું પરંતુ કોઈની પણ વાત સાંભળી નહી.

  જયસિંહનો મૃતદેહ રેલવે પાટાઓ પરથી મળ્યો. તેની આત્મહત્યાના સમાચાર સાંભળીને મોટી સંખ્યામાં લોકો તેના ઘરની બહાર ભેગા થઈ ગયા હતા. તેના પરિવારજનોએ કહ્યું કે, તેઓ ત્યાર સુધી અર્થી ઉઠાવશે નહી જ્યાર સુધી રાજ્ય સરકાર અનામતને લઈને ફાઈનલ નિર્ણય લઈ લેતી નથી. મહારાષ્ટ્રમાં અનામતની માંગને લઈને આંદોલન કરી રહ્યાં છે. જાધવ અનુસાર, જયસિંહ મુકુંદવાડીમાં એક દુકાન ચલાવે છે અને તેમની પત્ની ગ્રામસેવીકા છે. આ
  Published by:Mujahid Tunvar
  First published: