suicide news : online ગેમની લતે લીધો યુવકનો જીવ, ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

યુવક પરિણીત હતો અને તેને બે બાળકો છે

Suicide news- વિનોદ પોતાના પરિવારમાં એકમાત્ર પુત્ર હતો, પરિણીત હતો અને તેને બે બાળકો છે

  • Share this:
    રાજગઢ : મધ્ય પ્રદેશના રાજગઢમાં (Rajgarh)એક દુખદ ઘટના સામે આવી છે. ઓનલાઇન ગેમની (online game)લતમાં એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. યુવક ઉપર લાખો રૂપિયાનું દેવું થઇ ગયું હતું. તેનાથી પરેશાન બનીને તેણે ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા (Suicide)કરી લીધી છે. યુવક પરિણીત હતો અને તેને બે બાળકો છે.

    આ ઘટના રાજગઢના પડોનિયા ગામમાં બની છે. અહીંનો રહેવાસી વિનોદ દાંગીની લાસ રેલવે ટ્રેક (Railway track)પર મળી આવી હતી. પરિવારનું કહેવું છે કે વિનોદને ઓનલાઇન ગેમ રમવાની લત હતી. જેમાં તે 10 લાખ રૂપિયા હારી ગયો હતો. આ કારણે તે કેટલાક દિવસથી પરેશાન રહેવા લાગ્યો હતો.

    તીન પત્તી ગેમની લત

    વિનોદ પોતાના પરિવારમાં એકમાત્ર પુત્ર હતો. તેની ત્રણ બહેનો છે. તેને ઓનલાઇન ગેમ રમવાનો ચસ્કો લાગ્યો હતો. પરિવારજનો ના પાડતા હતા છતા પણ તે માનતો ન હતો. ધીરે-ધીરે કરીને તે ગેમ હારતો ગયો હતો અને કુલ 10 લાખ રૂપિયા હારી ગયો હતો. પરિવારનું કહેવું છે કે વિનોદ લગભગ એક મહિનાથી ઉદાસ અને ગુમસુમ રહેવા લાગ્યો હતો. તેને પોતાનું દેવું ભરવાની ચિંતા સતાવતી હતી. તે અચાનક ઘરેથી ગાયબ થઇ ગયો હતો. આ પછી તેની લાશ રેલવે ટ્રેક પર પડી હોવાની માહિતી મળી હતી. પરિવારજનોએ તેની ઓળખ કરી હતી.

    આ પણ વાંચો - પોલીસ બનીને સ્ટેશનમાં ડ્યૂટી કરતો રહ્યો ‘નટવરલાલ’, થાનેદારથી લઇને SPને પણ ના પડી ખબર

    પરિણીત હતો વિનોદ

    બતાવવામાં આવે છે કે વિનોદ ઓનલાઇન ગેમ તીન પત્તી રમતો હતો. તેમાં તે 10 લાખ રૂપિયા હારી ગયો હતો. વિનોદે ગેમ રમવા માટે આસપાસના કેટલાક વેપારીઓ પાસેથી ઉધાર પૈસા લીધા હતા. તે પોતાની દુકાનમાં બેસીને દિવસભર ગેમ રમતો હતો. તે પરિણીત હતો. તેના પિતા ખેડૂત છે અને તેમની ઘણી દુકાન છે.

    આ પણ વાંચો - રાજકોટ : 52 વર્ષનો વાસના ભૂખ્યો આધેડ સગીર પાસે હસ્તમૈથુન કરાવી રહ્યો હતો અને...

    પત્નીની હત્યા કરી પતિએ કરી આત્મહત્યા

    પત્નીની હત્યા કરીને આત્મહત્યા કરનાર પનવાર સ્ટેશન પ્રભારી હિરા સિંહના મામલે મોટો ખુલાસો થયો છે. હિરા સિંહની સુસાઇડ નોટ પોલીસને (Police)મળી આવી છે. પત્નીની બેવફાઇના કારણે તેમણે પહેલા પત્નીની હત્યા (Murder)કરી હતી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં (Suicide note)તેમણે પત્નીના લવ ટ્રાએંગલની વાત લખી છે. તેમાં લખ્યું છે કે હું તેને પ્રેમ કરતો હતો તેથી જીવ લઇ રહ્યો છું અને જીવ આપી રહ્યો છું.
    Published by:Ashish Goyal
    First published: