માનવભક્ષી કૂતરાઓએ પોલીસ લાઇનના રસોઈયાને બચકાં ભરીને મારી નાખ્યો!

News18 Gujarati
Updated: February 14, 2020, 12:29 PM IST
માનવભક્ષી કૂતરાઓએ પોલીસ લાઇનના રસોઈયાને બચકાં ભરીને મારી નાખ્યો!
બેભાન પડેલાં રસોઈયા પર કૂતરાઓના ઝુંડે હુમલો કરીને કરડી ખાધો. (પ્રતીકાત્મક તસવીર)

નદીના પટમાં શૌચાલય ગયેલો રસોઈયા ઠંડી લાગતાં બેભાન થયો, સ્મશાનમાં રહેતા માનવભક્ષી કૂતરાઓએ તેને કરડી ખાધો

  • Share this:
રામગઢ : ઝારખંડ (Jharkhand)ના રામગઢ (Ramgarh)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં માનવભક્ષી કૂતરાઓએ (Man Eater Dogs) પોલીસના રસોઈયા (Cook)ને બચકાં ભરી-ભરીને મારી નાખવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના પોલીસ લાઇન (Police Line)થી માત્ર 50 મીટરના અંતરે ઘટી છે. ગત બુધવારની સવારે અહીંથી રસોઇયાની ક્ષત-વિક્ષત લાશ મળી આવી. લાશ પર કૂતરાઓના બચકાંઓના નિશાન જોવા મળ્યા. મળતી જાણકારી મુજબ પોલીસે લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

રસોઈયો નદીના પટમાં શૌચાલય માટે ગયો હતો

મળતી જાણકારી મુજબ, રામગઢ પોલીસ લાઇનમાં તૈનાત સંતોષ ઉરાંગ બુધવાર વહેલી સવારે શૌચાલય માટે દામોદર નદીની પાસે ગયો હતો. આ દરમિયાન તેને ત્યાં ઠંડી લાગી ગઈ અને તે બેભાન થઈને ઢળી પડ્યો. નજીકમાં સ્મશાન હોવાના કારણે ત્યાં માનવભક્ષી કૂતરાઓનો જમાવડો લાગે છે. માનવામાં આવે છે કે કૂતરાઓએ બેભાન સંતોષ ઉરાંગને પોતાનો શિકાબ બનાવી દીધો. કૂતરાઓના ઝુંડે તેને બચકાં ભરી-ભરીને ખાઈ લીધો. સવાર થતાં લોકોએ તેની લાશ જોઈ, જે ખૂબ ખરાબ સ્થિતિમાં હતા. સંતોષના આખા શરીર પર કૂતરાઓના કરડવાના નિશાન જોવા મળ્યા.

સંતોષની લાશ જોઈને લોકો ડરી ગયા અને આ ઘટનાની જાણ પોલીસ લાઇનને કરી. ત્યારબાદ પોલીસ લાઇનના કેટલાક જવાન ત્યાં પહોંચ્યા અને તેઓએ લાશની ઓળખ રસોઈયા સંતોષ ઉરાંગ તરીકે કરી. પોલીસે લાશને પોતાના કબજામાં લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

માનવભક્ષી કૂતરાઓએ રસોઈયાને બનાવ્યો પોતાનો કોળિયો!

પોલીસ લાઇનમાં કામ કરનારા સાથી રસોઈયાએ જણાવ્યું કે સંતોષ ઉરાંગ મંગળવારની રાત્રે ભોજન લીધા બાદ ઊંઘી ગયો હતો. બુધવાર વહેલી પરોઢે ચાર વાગ્યે તે ઉઠ્યો અને શૌચાલય માટે બહાર ગયો હતો. થોડીવારમાં તેની ક્ષત-વિક્ષત લાશ મળી. લાશને જોતાં એવું લાગતું હતું કે કૂતરાઓએ બચકાં ભરીને તેનો જીવ લઈ લીધો. એક જવાને જણાવ્યું કે સંતોષ ઉરાંથ અનેકવાર દારૂના નશામાં ધૂત રહેતો હતો. કદાચ નશામાં રહેવાના કારણે કૂતરાઓએ તેને પોતાનો શિકાર બનાવ્યો. મૃતક સંતોષ ઉરાંગ વર્ષ 2012માં પોલીસમાં નોકરીએ આવ્યો હતો. 

આ પણ વાંચો, 8 વર્ષની આ છોકરી બની ચૂકી છે 'Treeman', વૃક્ષ જેવું દેખાવા લાગ્યું શરીર
First published: February 14, 2020, 12:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading