Home /News /national-international /Video: પાર્ટી દરમિયાન સ્વિમિંગ પૂલમાં સમાઈ ગયો માણસ, 40 ફૂટ ઊંડાઈમાંથી મળ્યો મૃતદેહ!

Video: પાર્ટી દરમિયાન સ્વિમિંગ પૂલમાં સમાઈ ગયો માણસ, 40 ફૂટ ઊંડાઈમાંથી મળ્યો મૃતદેહ!

સોશિયલ મીડિયા પર હાલમાં એક દિલધડક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Man Drown in a Sinkhole: ખતરનાક વીડિયો (Dangerous video)માં એક પૂલ પાર્ટી (Pool Party) દરમિયાન, સિંકહોલ (Sinkhole) ખુલી ગયો અને વસ્તુઓ ઝડપથી તેમાં સમાવવા લાગવાની શરૂઆત થઈ. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિ સીધો પૂલના આ ખાડામાં ઉતરી ગયો.

વધુ જુઓ ...
Sinkhole Opens During Pool Party: જીવનમાં કેટલીકવાર કેટલાક અકસ્માતો (Weird Accident) થાય છે કે આપણે બધાના હૃદયમાં આ વિચાર આવે છે કે જીવનનો કોઈ ભરોસો નથી. આવી જ ઘટના ઈઝરાયેલના એક શહેરમાં (Israel Pool Party Sinkhole) બની હતી. અહીં કેટલાક લોકો પૂલ પાર્ટીની મજા માણી રહ્યા હતા, આ દરમિયાન એક વ્યક્તિ સ્વિમિંગ પૂલમાં જ સમાઈ ગયો. આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અમુક અકસ્માતો આપણી નજર સામે થાય છે, પરંતુ આપણે તેને રોકી શકતા નથી. આ એક આવી જ ઘટના હતી, જેમાં તે ભયાનક વીડિયોમાં જોઈ શકાય છે કે પૂલ પાર્ટી દરમિયાન જ સિંકહોલ પડ્યો અને વસ્તુઓ ઝડપથી તેમાં સમાવવા લાગી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિ સીધો પૂલના આ ખાડામાં ઉતરી ગયો. જ્યાં લોકો પાર્ટીની મજા માણી રહ્યા હતા, ત્યાં થોડી જ સેકન્ડોમાં જ હોબાળો મચી ગયો હતો.

સિંકહોલ પડતાની સાથે જ ખાડામાં દટાયો વ્યક્તિ

આ ઘટના તેલ અવીવથી 40 કિમી દૂર કર્મી યોસેફ શહેરની છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પૂલ પાર્ટી ઘણી મોટી હતી, જેમાં ઘણા મહેમાનો સામેલ થયા હતા. લોકો પૂલમાં મજા માણી રહ્યા હતા, આ દરમિયાન એક સિંકહોલ ખુલી ગયો અને તેની અંદર પાણી સહિત લોકો વહી જવા લાગ્યા.





આ પણ વાંચો: નાનકડી ભૂલથી થયો મોટો અકસ્માત, વ્યક્તિની બેદરકારી!

જો કે ઘણા લોકો બચી ગયા હતા, પરંતુ એક વ્યક્તિ સીધો સિંકહોલમાં પડી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. ત્યાં હાજર 6માંથી 3 લોકો ઘાયલ પણ થયા હતા. વીડિયોમાં સિંકહોલ ખુલતાની સાથે જ લોકો દોડતા જોવા મળે છે અને થોડીવાર પછી પૂલ ખાલી દેખાય છે.

આ પણ વાંચો: આ છે દુનિયાની 10 સૌથી ભૂતિયા જગ્યાઓ,ધ્રૂજી ઉઠે છે લોકો

43 ફૂટ ઊંડાઈમાંથી મૃતદેહ મળી આવ્યો

જેરુસલેમ પોસ્ટ અનુસાર, એક બચાવ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને બાદમાં 43 ફૂટ ઊંડા સિંકહોલમાંથી મૃતકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. એટલું જ નહીં જેના ઘરે આ પાર્ટી ચાલી રહી હતી તેની પણ ધરપકડ કરવામાં આવી છે. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને પાર્ટી ઓર્ગેનાઈઝરની બેદરકારી ગણાવી રહ્યા છે.
First published:

Tags: Accident video, Israel, OMG VIDEO, Viral videos