Home /News /national-international /Video: ચાલતી ટ્રેન સાથે ઘસડાતો રહ્યો યુવાન, RPF જવાને બચાવ્યો જીવ

Video: ચાલતી ટ્રેન સાથે ઘસડાતો રહ્યો યુવાન, RPF જવાને બચાવ્યો જીવ

વીડિયોનો સ્ક્રીન શોર્ટ ફોટો (એએનઆઈ)

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ચાલતી ટ્રેનમાં તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ઘસડાઈ રહ્યો છે

    તામીલનાડુમાં આરપીએફના જવાને ચાલતી ટ્રેન સાથે ઘસડાઈ રહેલા એક યુવાનનો જીવ બચાવ્યો છે. આ યુવાન યાત્રી એગમોર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચઢવાની કોશિસ કરી રહ્યો હતો, પરંતુ તેનું બેલેન્સ બગડ્યું અને નીચે પડી જતા ટ્રેન સાથે ઘસડાવા લાગ્યો.

    વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ચાલતી ટ્રેનમાં તે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ઘસડાઈ રહ્યો છે. તેજ સમયે અચાનક ભગવાન બની આવેલા આરપીએફ જવાને તેને જોયો અને પોતાનો હાથ આપી પ્લેટફોર્મ પર ખેંચી લીધો, યુવાનને મોતના મુખમાંથી જીવ બચી ગયો.

    જોકે, આ યુવાનને કેટલી ગંભીર ઈજા પહોંચી છે તે બહાર નથી આવ્યું. પ્લેટફોર્મ પર કેટલાક અન્ય મુસાફરો પણ હાજર હતા. યુવાનને જોવા માટે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એક મહિલાનો ટ્રેન અકસ્માતમાં જીવ બચ્યાનો વીડિયો વાયરલ થયો હતો. મુંબઈની સ્થાનિક ટ્રેનમાં મુસાફરી કરતી એક યુવતીનો વિડિયો સોશિયલ મીડિયા પર થયો હતો. જેમાં એક યુવતી કાનમાં ઇયરફોન લગાવીને ચાલતી ટ્રેનના ગેટ પર ઊભી છે. અચાનક તે ટ્રેન નજીકથી બીજી ટ્રેન પસાર થાય છે અને યુવતી પોતાનું સંતુલન ગુમાવે છે.



    મુંબઇ મિરર તરફથી શેર કરવામાં આવેલા એ વિડિયોમાં દેખાતું હતું કે, સંતુલન ગુમાવ્યા બાદ યુવતી ટ્રેનથી પડી જવા તરફ હોય છે ત્યારે જ એક યુવક તેને પકડે છે અને સંપૂર્ણ તાકાતથી ટ્રેનમાં ખેંચી લે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Man, RPF, Tamilnadu, Train accident, જવાન, ટ્રેન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन