કૂકડાઓની લડાઈમાં માલિકનું થયું મોત, કૂકડાઓના પગમાં બાંધી હતી બ્લેડ

પ્રતીકાત્મક તસવીર

પોતાનો કૂકડો જીતી જાય તે માટે ઉશ્કેરી રહ્યો હતો માલિક, પછી થયું કંઈક એવું કે જીવ ગુમાવવાનો વારો આવ્યો

 • Share this:
  કોલકાતા : દેશના અલગ-અલગ હિસ્સાઓમં આયોજિત થતી કૂકડાઓની લડાઈ (Cockfight) વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે. આ રમતમાં કૂકડાઓના મોત પણ થતાં હોય છે. પરંતુ શું તમે આ લડાઈમાં માલિકનું મોત થવાની ઘટના સાંભળી છે. કંઈક આવી જ ઘટના પશ્ચિમ બંગાળના પુરુલિયા (Purulia) જિલ્લામાં બની છે. મળતી માહિતી મુજબ કૂકડાઓની લડાઈ દરમિયાન 25 વર્ષના અસીમ મહતોનું મોત થયું છે.

  કૂકડાઓની લડાઈમાં માલિકનું કેવી રીતે મોત થયું?

  પોલીસના જણાવ્યા મુજબ, ગામમાં કૂકડાઓની લડાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અસીમ મહતો પણ પોતાના કૂકડાની સાથે ત્યાં પહોંચ્યો હતો. નજીકમાં ઊભો રહીને તે પોતાના કૂકડાને લડાઈ માટે ઉશ્કેરી રહ્યો હતો. તેનો કૂકડો લડાઈમાં જીતી ગયો. જ્યારે અસીમ હારેલા પક્ષના મરેલા કૂકડાને ખભે લટકાવીને જઈ રહ્યો હતો તે સમયે એક કૂકડાએ અસીમના ખભા પર લટકી રહેલા કૂકડા પર અચાનક હુમલો કરી દીધો. મળતી માહિતી મુજબ કૂકડાના પગમાં ધારદાર બ્લેડ બાંધેલી હતી જેના કારણે અસીમના ગળું કપાઈ ગયું. ગંભીર હાલતમાં તેણે પુરુલિયાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ હૉસ્પિટલ પહોંચતાં જ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.

  ગેરકાયદેસર આયોજન

  પોલીસના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. જીતનારને ઈનામ તરીકે મરેલો કૂકડો આપવામાં આવે છે. નોંધનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં પણ આંધ્ર પ્રદેશથી કૂકડાઓની લડાઈમાં એક શખ્સના મોતના અહેવાલ આવ્યા હતા.

  આ પણ વાંચો, ક્રાઇમ પેટ્રોલ' જોઈને દીકરાએ માતાની કરી હત્યા, 5 દિવસ સુધી લાશને ઘરમાં રાખી
  Published by:Mrunal Bhojak
  First published: