લાવારિસ હાલતમાં મળી ઇનોવા કાર, દરવાજો ખોલતાં જ પોલીસકર્મીઓના ઉડી ગયા હોશ!

News18 Gujarati
Updated: September 11, 2020, 12:29 PM IST
લાવારિસ હાલતમાં મળી ઇનોવા કાર, દરવાજો ખોલતાં જ પોલીસકર્મીઓના ઉડી ગયા હોશ!
પોલીસકર્મીએ કારની બારીમાંથી અંદરનું દૃશ્ય જોતાં શહેરના પોલીસ અધિકારીઓ પણ થઈ ગયા દોડતા, જાણો કારણ

પોલીસકર્મીએ કારની બારીમાંથી અંદરનું દૃશ્ય જોતાં શહેરના પોલીસ અધિકારીઓ પણ થઈ ગયા દોડતા, જાણો કારણ

  • Share this:
હરિશ શર્મા, બરેલીઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બરેલી (Bareilly)માં ગુરુવાર મોડી સાંજે બંધ ઈનોવા કાર (Innova Car)માંથી યુવકની લાશ મળવાની સનસની ફેલાઈ ગઈ છે. મૃતકના કાનથી લોહી વહી રહ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ (Police) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ફોરેન્સિક ટીમ (Forensic Team) પણ ઘટનાસ્થળે પહોંચી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલી આપી. હાલ પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.

મળતી જાણકારી મુજબ, પ્રેમનગર પોલીસ સ્ટેશનની પાછળ નરકુલાગંજ માધોબાડી રોડથી પસાર થઈ રહેલા ચીતા મોબાઇલે ગાઝિયાબાદ નંબરની ઈનોવા કાર રસ્તા પર ઊભેલી જોઈ. પોલીસકર્મીઓએ બારીમાંથી અંદર જોયું તો સીટની નીચે એક યુવકની લાશ પડેલી જોવા મળી. આ વાતની જાણ થતાં થોડીવારમાં એએસપી સત્યનારાયણ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. ફોરેન્સિક ટીમ બોલાવીને ઇનોવા કરાની તપાસ બાદ લાશ બહાર કાઢવામાં આવી. મૃતકના કાનમાંથી લોહી વહી રહ્યું હતું અને કારની હેન્ડબ્રેમ મારેલી હતી.

આ પણ વાંચો, વિદેશમાં ઓનલાઇન આટલા હજારમાં વેચાઈ રહી છે ચોખાની બોરી, લોકોના ઉડ્યા હોશ

એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તબિયત બગડતાં યુવકે હેન્ડબ્રેમ મારીને ઊભો રહી ગયો અને પછી તેનું મોત થઈ હશે. કારની તપાસમાં મૃતકનું વોટિંગ આઈડી અને આધાર કાર્ડ મળ્યા છે, જેની પર તેનું નામ પ્રફુલ્લ દાસ હોવાનું સામે આવ્યું છે. તેના પિતાનું નામ પી. આઇ. દાસ છે જેઓ ટનકપુર રોડ જિલ્લા હૉસ્પિટલ કેમ્પસ પીલીભિતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો, એક સમયે કંપનીમાં મેનેજરનો સંભાળતા હતા હોદ્દો, હવે શાકભાજી વેચવા લાચાર

આ ઉપરાંત કારના દસ્તાવેજ પર ભડકન નિવાસી શાહબાદ, હરદોઈ લખેલું છે. પ્રફુલ્લના નાના ભાઈ એરિકે જણાવ્યું કે પ્રફુલ્લ એમ.બી.એ. કરી ચૂક્યો હતો, પરંતુ નોકરી ન મળવાના કારણે તણાવમાં હતો. મળતી માહિતી મુજક મૃતક કાર લઈને મોટા ભાઈની પાસે પીલીભીત જઈ રહ્યો હતો.
Published by: Mrunal Bhojak
First published: September 11, 2020, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading