સાઉદી અરેબિયા: મક્કામાં એક વ્યક્તિએ મસ્જિદના ગેટ સાથે પૂર ઝડપે કાર અથડાવી, જુઓ Video

સાઉદી અરેબિયા: મક્કામાં એક વ્યક્તિએ મસ્જિદના ગેટ સાથે પૂર ઝડપે કાર અથડાવી, જુઓ Video
મસ્જિદના ગેટ સાથે કાર અથડાવી.

આ ઘટના શુક્રવારે રાત્રે આશરે 10:25 વાગ્યે બની હતી. એક વ્યક્તિએ પહેલા કારથી અવરોધકોને ટક્કર મારી હતી, બાદમાં કારને મસ્જિદના ગેટ સાથે અથડાવી.

 • Share this:
  દુબઈ: સાઉદી અરેબિયા (Saudi Arab)માં એક વ્યક્તિએ શુક્રવારે મોડી રાત્રે કારને પૂર ઝડપે (Speedy Car) ચલાવીને મક્કાની એક મોટી મસ્જિદ અલ-હરમ (Masjid al-Haram)ના બહારની પોસ્ટ પર ટક્કર મારી દીધી હતી. દેશની સરકારી સમાચાર એજન્સીએ આ માહિતી આપી હતી. સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે આ ઘટના શુક્રવારે રાત્રે આશરે 10:25 વાગ્યે બની હતી. એક વ્યક્તિએ પહેલા પોતાની કારથી અવરોધકોને ટક્કર મારી હતી. જે બાદમાં તે કાર હંકારતો રહ્યો હતો અને પછી મોટી મસ્જિદના દક્ષિણ સ્થિત ગેટ નંબર 89 પર ટક્કર મારી દીધી હતી.

  કારમાં સવાર વ્યક્તિની ધરપકડ  એજન્સી પ્રમાણે અધિકારીઓએ કારમાં સવાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. તેમના જમાવ્યા પ્રમાણે વ્યક્તિની સ્થિતિ 'અસામાન્ય' લાગી રહી છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં સુરક્ષા જવાનો નુકસાનગ્રસ્ત થયેલી કારને ઘટના સ્થળ પરથી હટાવી રહ્યા છે. કોરોના વાયરસને કારણે બંધ રાખવામાં આવેલી આ મસ્જિદને તાજેતરમાં ખોલવામાં આવી હતી.

  ફૈઝલ નામના એક વ્યક્તિએ આ અંગેનો વીડિયો ટ્વીટર પર અપલોડ કર્યો છે. આ વીડિયોમાં એક કાર પૂર ઝડપે જતી નજરે પડી રહી છે. કારે મસ્જિદ અલ-હરમના ગેટ નંબર 89 પર જોરથી ટક્કર મારી હતી.

  આ પણ વાંચો:

  વીડિયોમાં જોઈ શકાય છે કે કારની ટક્કર બાદ લોકો મસ્જિદના ગેટ તરફ દોડે છે. અહીં હાજર લોકોએ કારમાં સવાર વ્યક્તિને પકડી લીધો હતો. જે બાદમાં તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. આ ઘટના ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:October 31, 2020, 13:26 pm

  ટૉપ ન્યૂઝ