Man Claims to Raped by 4 Women: ફેક્ટરીમાં કામ કરનારા મજૂરે પોલીસે ફરિયાદ કરી હતી કે, 4 છોકરીઓએ તેનું અપહરમ કરીને જંગલાં લઈ જઈ તેની સાથે રેપ કર્યો હતો અને ત્યાં જ મરવા માટે છોડી દીધો હતો.
Man Abducted and Raped by Women: તમે અપહરણની અને બળાત્કારની અનેક ઘટનાઓ વિશે સાંભળ્યું જ હશે. કોઈપણ દેશ અને સમાજ માટે આ શરમજનક વાત છે. જો કે, આજે અમે તમને રેપનો એવો કેસ જણાવવા જઈ રહ્યા છીએ, જે ખરેખર બહુ જ વિચિત્ર છે. આવો કિસ્સો તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યો હોય અને પોલીસ પણ આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ હઈ હતી.
ફેક્ટરીમાં કામ કરતા મજૂરે પોલીસને ફરિયાદ કરી હતી કે, 4 છોકરીઓએ પહોંલા તેનું અપહરણ કરી લીધું હતું અને ત્યારબાદ જંગલમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તેટલું જ નહીં, ત્યાં મરવા માટે છોડી દીધો હતો. આ એક બહુ વિચિત્ર ઘટના છે. પંજાબના જાલંધરમાં આ ઘટના બની હતી અને જેણે આ આરોપ લગાવ્યા છે તે યુવક ચામડાની ફેક્ટરીમાં કામ કરે છે.
મિરરના રિપોર્ટ પ્રમાણે, ફેક્ટરી મજૂરે દાવો કર્યો છે કે, રસ્તા પર જતી વખતે એક સફેદ રંગની કાર લઈને જતી છોકરીઓએ કાર ઊભી રાખી. તે ચાલીને જઈ રહ્યો હતો. છોકરીઓ અંગ્રેજીમાં વાત કરી રહી હતી. ત્યારબાદ પંજાબીમાં તેમણે એક એડ્રેસ પૂછ્યું. જ્યાર સુધીમાં તે ચિઠ્ઠીમાં લખેલું એડ્રેસ વાંચે ત્યાં સુધીમાં તો એક છોકરીએ તેની આંખમાં સ્પે નાંખી દીધો. તેને આંખથી દેખાતું બંધ થઈ ગયું અને તેણે જ્યારે આંખ ખોલી તો તે કારમાં બેઠેલો હતો. તેઓ તેને જંગલમાં લઈ ગયા હતા અને ખૂબ જ દારૂ પીવડાવ્યો હતો. મજૂરે દાવો કર્યો હતો કે, છોકરીઓએ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતુ અને કેટલાય કલાકો સુધી તેને હવસનો શિકાર બનાવ્યો હતો.
મજૂરે દાવો કર્યો છે કે, આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. છોકરીઓ તેને હાથ બાંધેલી હાલતમાં ત્યાં જ મૂકીને જતી રહી હતી. જેવી-તેવી રીતે તે ઘરે પહોંચ્યો હતો. મજૂરે તેની પત્નીને સમગ્ર ઘટના જણાવી હતી, ત્યારબાદ તેણે પોલીસમાં ફરિયાદ ના કરવાની સલાહ આપી હતી. જો કે, મજૂરે પોતે જ પોલીસ સ્ટેશન જઈને સમગ્ર હકીકત જણાવી હતી. ફરિયાદ પ્રમાણે, 4 છોકરીઓએ ગેંગરેપ કરીને તેને જંગલમાં મરવા માટે મૂકી દીધો હતો. પંજાબ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર