Home /News /national-international /Side Effects of Vaccine: અરજદારનો દાવો - કોવિશિલ્ડથી દીકરીનું મોત થયું તો બોમ્બે હાઇકોર્ટે ભારત સરકાર સહિત બિલ ગેટ્સ અને SIIને નોટિસ ફટકારી

Side Effects of Vaccine: અરજદારનો દાવો - કોવિશિલ્ડથી દીકરીનું મોત થયું તો બોમ્બે હાઇકોર્ટે ભારત સરકાર સહિત બિલ ગેટ્સ અને SIIને નોટિસ ફટકારી

બોમ્બે હાઇકોર્ટે કોવિશિલ્ડ વેક્સિન મામલે બિલ ગેટ્સને નોટિસ ફટકારી - ફાઇલ તસવીર

Side Effects of Vaccine: ઔરંગાબાદ નિવાસી અરજદાર દિલીપ લુણાવતે દાવો કર્યો છે કે, તેમની દીકરી સ્નેહલ લુણાવતે ગયા વર્ષે નાસિકની મેડિકલ કોલેજમાં કોવિડ વિરોધ રસી લીધી હતી. કારણ કે તે હેલ્થ વર્કર હતી. સ્નેહલ મહારાષ્ટ્રના ધમણગામમાં એસએમબીટી ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ડોક્ટર તેમજ સિનિયર લેક્ચરર હતી.

વધુ જુઓ ...
    મુંબઈઃ બોમ્બે હાઇકોર્ટે ભારત સરકાર, સીરમ ઇન્સ્ટિટ્યૂટ, બિલ ગેટ્સ, એઇમ્સના નિદેશક, ડીસીજીઆઈ પ્રમુખ અને અન્ય કેટલાકને દિલીપ લુણાવત નામના વ્યક્તિએ દાખલ કરેલી અરજી મામલે નોટિસ ફટકારી છે. દિલીપે અરજીમાં દાવો કર્યો હતો કે, કોવિશિલ્ડ વેક્સિન લીધા બાદ તેમની દીકરી સ્નેહલ લુણાવતની મોત થઈ છે અને તેના માટે તેમણે 1000 કરોડ રૂપિયાની માગ કરી છે. ઔરંગાબાદ નિવાસી દિલીપ લુણાવતે દાવો કર્યો છે કે, તેમની દીકરી સ્નેહલ લુણાવત એક હેલ્થ વર્કર હતી. ગયા વર્ષે 28 જાન્યુઆરીએ નાસિકમાં એક મેડિકલ કોલેજમાં ભણતી હોવાથી અને હેલ્થ વર્કર હોવાથી તેને ફરજિયાત રસી લેવી પડી હતી. સ્નેહલ મહારાષ્ટ્રના ધમણગામમાં બીએમબીટી ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ડોક્ટર અને સિનિયર લેક્ચરર હતી.

    રસીની આડઅસરને લીધે મોત થયુંઃ મૃતકના પિતા


    અરજદાર પિતાના કહ્યા પ્રમાણે, તેમની દીકરી સ્નેહલને કોવિશિલ્ડ વેક્સિન લગાવવામાં આવી હતી. જેને સીરમ ઇન્સિટટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બનાવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક દિવસ પછી સ્નેહલને માથામાં ભારે દુખાવો અને ઉલટી થઈ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે તેની સારવાર કરી જણાવ્યું હતું કે માથામાં રક્તસ્ત્રાવ થઈ રહ્યો છે. અરજદાર પિતાએ દાવો કર્યો છે કે, તેમની દીકરીનું મોત 1 માર્ચ, 2021ના દિવસે રસીની આડઅસરને કારણે થયું હતું. આ અરજી 2 ઓક્ટોબર, 2022ના કેન્દ્ર દ્વારા રસીકરણની આડઅસર સાથે જોડાયેલી ઘટનાઓને લઈને મૂકવામાં આવેલા એક રિપોર્ટ પર નિર્ભર કરે છે. અરજદારે બિલ ગેટ્સ પાસેથી પણ જવાબ માગ્યો છે. ઉલ્લેખનીય છે કે, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને કોવિશિલ્ડ વેક્સિનની 100 મિલિયન ડોઝને પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન પ્રકિયામાં ઝડપ લાવવા માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી હતી.

    આ પણ વાંચોઃ રિકવર થયા બાદ પણ લોંગ કોવિડના કારણે હ્રદય પર જોખમ

    આગામી 17 નવેમ્બરે આગામી સુનાવણી


    અરજી પ્રમાણે, રસીની આડઅસરને કારણે મોત થયું હોવાના કેસમાં લુણાવતે ‘પોતાની દીકરી સહિત અન્ય કેટલાક લોકોની હત્યાની શક્યતા’ બતાવી છે અને અદાલતમાં આ મામલે ન્યાયની માગ કરી છે. ન્યાયમૂર્તિ એસ.વી. ગંગપુરવાલા અને ન્યાયમૂર્તિ માધવ જામદારની ખંડપીઠે 28 ઓગસ્ટે અરજીમાં દર્શાવેલા તમામ લોકોને નોટિસ પાઠવી છે. આગામી 17 નવેમ્બરે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સૌથી પહેલા બે વેક્સિન આવી હતી. એક કોવિશિલ્ડ અને બીજી કોવેક્સિન. કોવિશિલ્ડને ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા અને આઈસીએમઆરે સંયુક્ત રીતે બનાવી હતી. ત્યારે કોવેક્સિનને ભારત બાયોટેક અને એનઆઈવી પુણેએ સંયુક્ત રીતે વિકસિત કરી હતી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Bombay high court, Corona Vaccination, Covishield

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन