Home /News /national-international /વાહ રે બાહુબલી, ભારેખમ બાઈક માથા પર રાખી બસ પર ચડી ગયો આ વ્યક્તિ, જુઓ Viral Video

વાહ રે બાહુબલી, ભારેખમ બાઈક માથા પર રાખી બસ પર ચડી ગયો આ વ્યક્તિ, જુઓ Viral Video

વાયરલ વીડિયો

એક વ્યક્તિ માથા પર ભારે બાઇક લઇને જતો હોવાના વાયરલ થયેલા વિડીયોએ સોશિયલ મીડિયા (Viral video on social media)માં તોફાન મચાવી દીધું છે. રસપ્રદ વાત તો એ છે કે તે વ્યક્તિ માત્ર મોટરબાઈક માથા પર રાખી લઈ નથી ગયો, તેણે ભારે વજનવાળી આ મોટરસાયકલને માથા પર રાખી બસ પર પણ ચઢાવી હતી. આ દિલધડક વિડીયોએ અનેક યુઝર્સને ચકિત કરી દીધા છે.

વધુ જુઓ ...
    ઈન્ટરનેટ પર સમયાંતરે વિડીયો અને ફોટા (Viral videos) વાયરલ થતાં હોય છે. ક્યારેક કોઈ ક્યૂટ પશુ-પક્ષીનો તો ક્યારેક તેમની વિચિત્ર હરકતનો, ક્યારેક કોઈ માર્ગ અકસ્માતનો તો ક્યારે કોઈ વ્યક્તિએ બતાવેલી પોતાની સ્કીલ કે તાકાતનો વિડીયો વાઇરલ થાય છે. ત્યારે આવી જ ઘટનામાં એક વ્યક્તિ માથા પર ભારે બાઇક લઇને જતો હોવાના વાયરલ થયેલા વિડીયોએ સોશિયલ મીડિયા (Viral video on social media)માં તોફાન મચાવી દીધું છે.

    રસપ્રદ વાત તો એ છે કે તે વ્યક્તિ માત્ર મોટરબાઈક માથા પર રાખી લઈ નથી ગયો, તેણે ભારે વજનવાળી આ મોટરસાયકલને માથા પર રાખી બસ પર પણ ચઢાવી હતી. આ દિલધડક વિડીયોએ અનેક યુઝર્સને ચકિત કરી દીધા છે.

    આ વિડીયોને ઓનલાઇન શેર કરનાર ટ્વિટર યુઝરે ટ્વીટના કેપ્શનમાં મોટરસાયકલ લઈને બસની ઉપર ચડી જનાર વ્યક્તિને 'સુપર હ્યુમન' ગણાવ્યો હતો. ક્લિપમાં જોઇ શકાય છે કે, આ વ્યક્તિ માથા પર બાઈક મૂકી બસ તરફ જઇ રહ્યો છે અને ત્યારબાદ તે સીડીની મદદથી બસની ઉપર ચઢવા લાગે છે.

    તમે જોઈ શકો છો કે, તે બસની ઉપર જવા માટે સામે મૂકેલી સીડી સુધી પહોંચતા પહેલા અટકી જાય છે. ત્યારબાદ મુશ્કેલ ચઢાણની થોડી ક્ષણો પહેલાં તે ભગવાનના આશીર્વાદ લે છે. પછી તે પોતાના બંને હાથને સીડીના હેન્ડલ પર મૂકે છે અને ભારે બાઈકને યોગ્ય રીતે સંતુલિત કરે છે. ત્યારબાદ તે એક પછી એક પગથિયાં ચઢી ટોચ પર પહોંચવામાં સફળ થાય છે, જ્યાં બીજો માણસ તેના માથા પરથી ભાર ઉતારવામાં મદદ કરવા માટે ઉભો જોવા મળે છે.

    તમે અહીં આ વિડીયો જોઈ શકો છો


    એક જ દિવસમાં આ ક્લિપને માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર આઠ-નવ હજારથી વધુ વ્યૂઝ અને પાંચ હજારથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. આ વ્યક્તિની અતુલ્ય શક્તિ અને બેલેન્સ રાખવાની કુશળતાની ખુબ પ્રશંસા થઈ રહી છે. ટ્વિટર યુઝર્સ આ ક્લિપ બાબતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે એક યુઝરે તેને "અસલી બાહુબલી" કહ્યો હતો.





    બીજાએ સલાહ આપી છે કે, "આ લોકોને તાલીમ આપીને ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે મોકલવા જોઈએ." અન્ય એકે ઇચ્છા વ્યક્ત કરી, "મને ખરેખર આવી શક્તિની જરૂર છે."

    અહીં ઉલ્લેખનીય છે કે, આ વિડીયો ક્યાં શૂટ કરવામાં આવ્યો છે? તે સ્થાન હજી સુધી જાણી શકાયું નથી
    First published:

    Tags: Bike stunt, Internet, Viral videos

    विज्ञापन
    विज्ञापन