Home /News /national-international /ઘરમાં ટાઇલ્સ લગાવવાના પૂરા પૈસા ન આપતા કડિયાએ માલિકની મર્સિડિઝ કારને આગ ચાંપી દીધી! જુઓ Video

ઘરમાં ટાઇલ્સ લગાવવાના પૂરા પૈસા ન આપતા કડિયાએ માલિકની મર્સિડિઝ કારને આગ ચાંપી દીધી! જુઓ Video

આ ઘટના સેક્ટર 39 સદરપુર વિસ્તારમાંથી સામે આવી છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે (Pics - Screenshot)

Man Burnt Mercedes Car : કહેવામાં આવી રહ્યું છે કે કારીગરે કાર માલિકના ઘરે ટાઈલ્સ લગાવી હતી. કાર માલિકે આ કામના પૂરા પૈસા આપ્યા ન હતા, જેથી કડિયો ગુસ્સે ભરાયો હતો

નોઇડા : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)નોઈડામાં (Noida)એક કારીગરને કામનું પૂરું પેમેન્ટ ન મળતાં તેણે ગુસ્સામાં ખૂબ જ અજીબ પગલું ઉઠાવી લીધું હતું. કડીયાએ એક વ્યક્તિના ઘરની બહાર ટાઈલ્સ લગાવી હતી. મિસ્ત્રીને કામ કરવા માટે પૂરું પેમેન્ટ આપવામાં ન આવતા તેણે તે ઘર માલિકની લક્ઝુરિયસ કાર મર્સિડીઝ (Mercedes) પર પેટ્રોલ છાંટીને તેને આગ (man burnt Mercedes car)લગાવી દીધી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો.

આ ઘટના સેક્ટર 39 સદરપુર વિસ્તારમાંથી સામે આવી છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કારીગર બાઈક પર આવે છે. તેણે હેલ્મેટ પહેર્યું છે. તે બાઈક પરથી ઉતરીને મર્સિડીઝ કાર પાસે આવે છે અને ગાડીમાં આગ લગાવી દે છે. ત્યારબાદ તે બાઈક પર બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય છે.

કહેવામાં આવી રહ્યું છે કે, કારીગરે કાર માલિકના ઘરે ટાઈલ્સ લગાવી હતી. કાર માલિકે આ કામના પૂરા પૈસા આપ્યા નહોતા. કારીગરે વારંવાર પૈસા માંગવા છતાં પણ કાર માલિકે પૈસા આપ્યા ન હતા. ત્યારબાદ તેણે જોયું કે, તેના ઘરની બહાર એક મર્સિડીઝ ઊભી છે. જેથી તેણે ગુસ્સામાં આવીને કાર પર પેટ્રોલ છાંટી દીધું અને તેમાં આગ લગાવી દીધી હતી.



આ પણ વાંચો - EDએ રક્ષા બુલિયનના ગુપ્ત લોકરોમાંથી 47 કરોડથી વધારે કિંમતનું સોના-ચાંદી જપ્ત કર્યું

સહારનપુરમાંથી સામે આવ્યો હતો આવો મામલો


આ પ્રકારનો એક મામલો સહારનપુરમાંથી સામે આવ્યો હતો. જેજેપુરમ કોલોનીમાં ઘરની બહાર એક કાર હતી, તે કારમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી. આ મામલે કાર માલિકે સદર બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ મામલે CCTV ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ત્રણ યુવકોએ કારમાં આગ લગાડી હતી. પોલીસે આ ત્રણેય યુવકોની ધરપકડ કરી લીધી છે.

કાર માલિક વિકાસ કુમારના પુત્ર સુમેરચંદે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, 22 જૂનના રોજ મોડી રાત્રે કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. કારમાં કોઈપણ પ્રકારની ખામી ન હતી અને ચાલુ પણ ન હતી. આ કારણોસર કાર માલિકને શક થતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, કોઈ વ્યક્તિએ જાણીજોઈને કારમાં આગ લગાડી છે.
First published:

Tags: Uttar Pradesh‬, ​​Uttar Pradesh News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો