Video: કાર પાર્કિંગમાં રમતા બાળકને પાઠ ભણાવવા જમીન પર પટકી દીધું

News18 Gujarati
Updated: November 13, 2019, 8:28 AM IST
Video: કાર પાર્કિંગમાં રમતા બાળકને પાઠ ભણાવવા જમીન પર પટકી દીધું
સગીર પર અત્યાચારની આ ઘટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ, કેસ નોંધાયો

સગીર પર અત્યાચારની આ ઘટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ, કેસ નોંધાયો

  • Share this:
હૈદરાબાદ : તેલંગાના (Telangana)ના હૈદરાબાદ (Hyderabad)નો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક નાના મામલે એક વ્યક્તિ બાળકને ક્રૂરતાથી ફટકારી રહ્યો છે. અહેવાલો મુજબ, આ ઘટના 8 નવેમ્બરના રોજ સાઇબરાબાદ (Cyberabad) સ્થિત એક એપાર્ટમેન્ટમાં બની હતી. પીડિત બાળકની ઉંમર સાત વર્ષની છે.

સગીર પર અત્યાચારની આ ઘટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી (CCTV)માં રેકોર્ડ થઈ ગઈ. વીડિયો ફુટેજ (Video Footage)માં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આરોપીએ સાઇકલ ચલાવી રહેલા બાળકને રોક્યું, જ્યારે એક અન્ય વ્યક્તિ કાર રિવર્સ કરતો દેખાઈ રહ્યો છે.

બાળકને રોક્યા બાદ આરોપીએ તેની ગરદન અને ચહેરા પર મારવાનું શરૂ કરી દીધું. જ્યારે એક તરફ ઊભેલી બે મહિલાઓ જોતી જ રહી. જોકે, આરોપી ત્યાંથી ન રોકાયો અને સગીરની પાછો કરતો તે સ્થળે પહોંચી ગયો જ્યાં તેણે પોતાની સાઇકલ પાર્ક કરી હતી.

ત્યારબાદ આરોપીએ અસહાય બાળકને પોતાના હાથોમાં ઊંચકી લીધું અને જમીન પર પટકી દીધું. આ દરમિયાન જે વ્યક્તિ પોતાની કાર રિવર્સ કરી રહી હતી તે ત્યાં પહોંચી અને સગીરને પાર્કિંગમાં લિફ્ટની અંદર લઈ ગયો.

આરોપી વિરુદ્ધ આઈપીસી અને Juvenile Justice Actની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું છે કે મામલાની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો,

છત્તીસગઢ : રહેમરાહે સરકારી નોકરી મેળવવા દીકરાએ જ પિતાની હત્યા કરી
CCTV: બે ટ્રેનો સામસામે ટકરાતાં બોગીઓ હવામાં ઉછળી
First published: November 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading