મેડિકલની પરીક્ષાની ડિગ્રી મેળવવા ડમી ઉમેદવાર બેસાડ્યો, આ રીતે ફૂટ્યો ભાંડો

મેડિકલની પરીક્ષાની ડિગ્રી મેળવવા ડમી ઉમેદવાર બેસાડ્યો, આ રીતે ફૂટ્યો ભાંડો
પ્રતીકાત્ક તસવીર

રાજસ્થાનના મેડિકલના વિદ્યાર્થીએ રૂ. 4 લાખ આપી પોતાની જગ્યાએ અન્ય વ્યક્તિને પરીક્ષા આપવા મોકલ્યો હતો.

 • Share this:
  પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ 'થ્રી ઇડિયટ'માં (Three Idiots) બતાવાયુ હતું કે,  ફિલ્મ અભિનેતા આમિર ખાને (aamir khan) ડમી ઉમેદવાર બનીને આખેઆખી ડિગ્રી મેળવી લીધી હતી.  આ પ્રકારનો એક કિસ્સો રાજસ્થાનમાં (Rajasthan) સામે આવ્યો છે.  રાજસ્થાનના મેડિકલના વિદ્યાર્થીએ રૂ. 4 લાખ આપી પોતાની જગ્યાએ અન્ય વ્યક્તિને પરીક્ષા આપવા મોકલ્યો હતો.

  મળતી માહિતી મુજબ, રાજસ્થાનના પાલી જિલ્લાના મનોહરસિંઘ નામના એમબીબીએસની ડીગ્રી ધરાવનાર વિદ્યાર્થીએ આ કરતૂત કરી હતી. તેણે તાજીકિસ્તાનથી એમબીબીએસની ડીગ્રી મેળવી હોવાનો દાવો કર્યો હતો અને ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે જરૂરી FNGE એટલે કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એકઝામીનેશન માટે નોંધણી કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા નેશનલ બોર્ડ ઓફ એઝમીનેશન દ્વારા લેવાય છે.  આ પરીક્ષા ભારતીયો અથવા વિદેશી નાગરિકો કે જેઓ અન્ય દેશોમાંથી પ્રાથમિક તબીબી લાયકાત પૂર્ણ કરે છે, તેમના માટે લેવાય છે. જેનાથી ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે લાયસન્સ મળે છે. આ પરીક્ષા ગત 4 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી.

  આ પરીક્ષા માટે મનોહરસિંઘને મથુરા રોડ ઉપર સેન્ટર ફાળવાયું હતું. આ પરીક્ષા સમયે પરીક્ષા આપવા આવેલા ઉમેદવારનો ફોટો લેવાયો હતો. જોકે, ફોર્મ ઉપરના ફોટા અને તે સમયે લેવાયેલા ફોટા વચ્ચે મેળ ન ખાતાં મામલો શંકાસ્પદ બન્યો હતો. જેથી તેને 3 ડિસેમ્બરે ફેસ વેરીફાઈ કરવા માટે બોલાવ્યો હતો, પરંતુ તે હાજર ન રહ્યો. પરિણામે તેનું રિઝલ્ટ અટકાવી દેવાયું હતું.

  અમદાવાદ: રિક્ષામાં પાંચ મુસાફરોની હાજરીમાં બેગમાંથી ચાર લાખ કાઢી લીધા, નોંધાવી ફરિયાદ

  નાયબ પોલીસ કમિશનર આરપી મીનાએ જણાવ્યું કે, તે તાજેતરમાં NBE સામે પ્રસ્તુત થયો હતો અને ફેસ આઈડી વેરીફાઈ કરાવ્યું હતું. જોકે ફોટો મિસેમેચ થયો હતો.

  મોરબી: રવિવારની સાંજે મસ્તી કરવા ભેગા થયા હતા યુવાનો, મશ્કરીએ ઉગ્ર સ્વરૂપ લેતા મિત્રએ કરી મિત્રની હત્યા

  અન્ય એક વેરિફિકેશનમાં તેણે સવાલના જવાબ ખોટા આપ્યા હતા. જેથી શંકા દ્રઢ બની હતી અને તેની ધરપકડ કરાઈ હતી. પોલીસે તેનું એડમિટ કાર્ડ, એમબીબીએસ ડીગ્રી અને એપ્લિકેશન જપ્ત કરી છે.

  તેની પૂછપરછ દરમિયાન તેણે કબુલ્યું હતું કે, તેણે તાજીકિસ્તાનથી ડીગ્રી મેળવી હતી. FMGE પાસ કરવા માટે તે છેલ્લા છ વર્ષથી પ્રયત્ન કરે છે. જેથી તેના સ્થાને તેણે અન્ય એક તબીબને પરીક્ષામાં બેસાડ્યો હતો. જેની માટે તેણે 4 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
  Published by:News18 Gujarati
  First published:March 15, 2021, 11:33 IST

  ટૉપ ન્યૂઝ