ભાઈએ જ સગી બહેનનું દુપટ્ટાથી ગળું દબાવીને ધડાધડ નવ ગોળી ધરબી દીધી, આવું છે કારણ
ભાઈએ જ સગી બહેનનું દુપટ્ટાથી ગળું દબાવીને ધડાધડ નવ ગોળી ધરબી દીધી, આવું છે કારણ
મૃતક મહિલા.
22 એપ્રિલના રોજ હોશિયારપુરના સીકરમાં મનપ્રીત નામની યુવતીની નવ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાકાંડને પગલે આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
નવી દિલ્હી: 'જર, જમીન અને જોરું, ત્રણેય કજીયાના છોરું' કહેવાત ખૂબ જ પ્રચલિત છે. પંજાબના હોંશિયારપુર ખાતે પોલીસે એક યુવતીની હત્યાનો કેસ ઊકેલી નાખ્યો છે. આ કેસ વિશે જાણીને તમે એવું વિચારવા માટે મજબૂર બની જશો કે કોના પર વિશ્વાસ કરવો? આ કેસમાં સગા ભાઈએ જ તેના મિત્ર સાથે મળીને બહેનની હત્યા કરી નાખી હતી. ભાઈએ દુપટ્ટા વડે બહેનનું ગળું દબાવી દીધું હતું. બહેન બેભાન થયા બાદ તેને ધડાધડ નવ ગોળી મારી દીધી હતી. આ સમગ્ર કાંડ બહેનના ભાગની જમીન હડપ કરવા માટે રચવામાં આવ્યો હતો.
હકીકતમાં 22 એપ્રિલના રોજ હોશિયારપુરના સીકરમાં મનપ્રીત નામની યુવતીની નવ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાકાંડને પગલે આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ હત્યા કેસ ઉકેલી નાખતા પંજાબ પોલીસ મનપ્રીતના નાનાભાઈ અને તેના એક મિત્રની ધરપકડ કરી છે. પોલીસે બંદૂક અને ત્રણ ગાડી પણ જપ્ત કરી છે. સ્થાનિક પોલીસે આ હત્યાકાંડ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખડિયા સેનિયા નિવાસી મનપ્રીત કૌરની હત્યાના આરોપમાં તેના નાનાભાઈ હરપ્રીતસિંહ ઉર્ફે હેપ્પી અને તેના મિત્ર ઇકબાલસિંહની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે, મનપ્રીતસિંહે આજથી આઠ વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ હોશિયાકપુરના ખડિયાલ ગામમાં રહેતા પવનદીપસિંહ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ પરિવારના લોકો સાથે મનમેળ ન થતાં કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. મનપ્રીતસિંહ ફરીથી તેના પિયર જવા માંગતી હતી પરંતુ તેના ભાઈ હરપ્રીતસિંહને એ વાત મંજૂર ન હતી. બદનામી અને બહેનના ભાગની જમીન પર કબજો કરવાના ઈરાદા સાથે તેણે બહેનની હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હત્યાના એક દિવસ પહેલા હત્યારાઓએ ઇનોવા કારમાં રેકી કરી હતી. બીજા દિવસે બીજી ગાડીમાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. ઇકબાલસિંહ ગાડી ચલાવી રહ્યો હતો અને મનપ્રીતનો ભાઈ ગાડીની પાછળની સીટમાં બેઠો હતો. બંનેએ રસ્તામાં એક વ્યક્તિનો મોબાઇલ પણ પડાવી લીધો હતો. જેનાથી ઇકબાલે મનપ્રીત સાથે વોટ્સએપ કૉલ કર્યો હતો જેનાથી તેને ટ્રેસ ન કરી શકાય.
જ્યારે મનપ્રીત રસ્તા પર પહોંચી ત્યારે ઇકબાલે તેણીને જરૂરી વાત કરવાનું કહ્યું હતું અને ગાડીના પાછળની સીટમાં બેસવાનું કહ્યું હતું. અહીં હરપ્રીતે મનપ્રીતનું દુપટ્ટાથી ગળું દબાવી દીધું હતું. જે બાદમા મનપ્રીત બેભાન બની ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે બાદમાં આગળ જઈને સીકરી ગામ નજીક મનપ્રીતને ગાડી બહાર કાઢવામાં આવી હતી અને 32 બોર રિવૉલ્વરમાંથી નવ ગોળી ધરબી દેવામાં આવી હતી. જેના પગલે મનપ્રીતનું મોત થયું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર