Home /News /national-international /

'ધર્મગુરુએ કૂતરા સાથે સેક્સ કરવા કર્યો મજબૂર,' મોત પહેલાં વર્ણવી આપવીતી

'ધર્મગુરુએ કૂતરા સાથે સેક્સ કરવા કર્યો મજબૂર,' મોત પહેલાં વર્ણવી આપવીતી

બ્રિટનના નોર્થ શીલ્ડમાં બે બાળકોના પિતાને એક ધાર્મિક પંથ દ્વારા અસહ્ય ત્રાસ આપી હત્યા કર્યાના આરોપ લગાવવામાં આવ્યા.

બ્રિટનના નોર્થ શીલ્ડમાં બે બાળકોના પિતાને એક ધાર્મિક પંથ દ્વારા અસહ્ય ત્રાસ આપી હત્યા કર્યાના આરોપ લગાવવામાં આવ્યા.

    બ્રિટનના નોર્થ શીલ્ડમાં બે બાળકોના પિતાને એક ધાર્મિક પંથ દ્વારા અસહ્ય ત્રાસ આપી હત્યા કર્યાના આરોપ લગાવવામાં આવ્યા છે, આ આપોર ખુદ પીડિત વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જ લગાવ્યા છે, આરોપ લગાવનાર વ્યક્તિએ પોતાના પર ગુજારવામાં આવેલા ત્રાસ અંગે લખ્યું કે કેવી રીતે તેને એક ડોગ સાથે સેક્સ કરવા મજબૂર કરાયો, કેવી રીતે તેના અંગો કાપી નાખવામાં આવ્યા.

    આ પણ વાંચો કોંગ્રેસ ઘમંડી પાર્ટી, 2019માં તેની સાથે કોઈ ગઠબંધન નહીં: અખિલેશ યાદવ

    45 વર્ષિય જીમી પ્રોટ નામના એક વ્યક્તિએ પોતાના ફેસબૂર પેજ પર આપવીતી વ્યક્ત કરતાં લખ્યું કે તેને જાહિદ જમાન નામના એક ધર્મગુરુએ બંધક બનાવી લીધો હતો. થોડા સમય પહેલા તલાક અને ઘર ગુમાવ્યા બાદ તે જાહિદને મળ્યો હતો. ત્યારબાદ જાહિદ તેને આસરો આપવાનું કહી તેનું ગ્રૂપ જોઇન કરવાનું કહ્યું. જીમી જાહીદના ગ્રૂપમાં સામેલ થઇ ગયો. પરંતુ થોડા જ સમયમાં જીમી પર ટોર્ચર કરવાનું શરૂ કર્યું. જીમીએ જણાવ્યું કે કેવી રીતે તેને અન્ય લોકોની જેમ માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો. જાહિદે બંધક બનાવેલા લોકોમાં અનેક મહિલાઓ પણ હતી.

    Jimmy Prout
    મૃતક જીમીની ફાઇલ તસવીર (જમણે) અને જીમીએ ફેસબૂક પર મૂકેલી તસવીર (ડાબે)


    કુતરાઓ સાથે સેક્સ કરવા કરાતો મજબૂર

    જીમીએ લખ્યું કે જાહિદે તેને ખૂબ જ માર માર્યો, એટલું જ નહીં જબરજસ્તીથી કુતરા સાથે સેક્સ કરવા મજબૂર કર્યો હતો. એનાથી પણ ક્રૂર જાહિદી આદેશ કર્યો કે તે તેના જ પ્રાઇવેટ પાર્ટને ખાઇ, જ્યારે જીમીએ આવું કરવાનો ઇન્કાર કર્યો તો એક હથોડીની મદદથી જીમીના દાંત તોડી નાખવામાં આવ્યા. જીમીએ પોતાના ફેસબૂક એકાઉન્ટ્સ પર લોકોને સ્પષ્ટ શબ્દોમાં મદદ કરવા કહ્યું, સાથે તેણે એમ પણ લખ્યું કે તેનો જીવ ખતરામાં છે, તેની હત્યા થઇ શકે છે. થોડા સમય પહેલા જ જીમીનો મૃતદેહ એક કચરાના ઢગલા પાસેથી મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે જીમીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરી તો તેમા આ હકીકત સામે આવી હતી. એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે બ્રિટનમાં ધર્મ-સંપ્રદાયના નામે એક હજારથી વધુ ક્રિમિનલ ગ્રૂપ ચાલી રહ્યાં છે.
    First published:

    Tags: BRITAIN

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन