ફોન પર 'Hello'ને બદલે ‘જય બાંગ્લા’ બોલો: મમતાનો આદેશ

તૃણમુલ દ્વારા આ માટે એક નોટિસ પણ કાર્યકરોને પાઠવવામાં આવી છે અને કહેવાયુ છે કે, 'જય બાંગ્લા જય હિંદ' બોલીને જ વાત કરવી.

News18 Gujarati
Updated: June 1, 2019, 2:58 PM IST
ફોન પર 'Hello'ને બદલે ‘જય બાંગ્લા’ બોલો: મમતાનો આદેશ
મમતા બેનર્જી
News18 Gujarati
Updated: June 1, 2019, 2:58 PM IST
કોલકાતા: તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ સામેથી ટક્કરનાં કારણે સમગ્ર દેશભરમાં ચર્ચામાં રહેલા પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હવે તેમના કાર્યકરોને નવો આદેશ આપ્યો છે.

'જય શ્રી રામ'નો નારો સાંભળીને ભડકી ઉઠતા પશ્ચિમ બંગાળના મમતાનાં વર્તનથી સૌ કોઈ હેરાન છે. કોઈ નેતાને 'જય શ્રી રામ'ના નારા સામે આ હદે ચીડ હોય તેવુ તો કદાચ પહેલી વખત જોવા મળ્યુ છે.

હવે, મમતા બેનરજી અને તેમની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ આ મુદ્દે ઝુકવાના મૂડમા નથી. હવે મમતા બેનરજીની પાર્ટીએ કાર્યકરોને આદેશ આપ્યો છે કે, કાર્યકરો ફોન પર વાત કરે ત્યારે હલોની જગ્યાએ ' જય બાંગ્લા, જય હિંદ' બોલે.

તૃણમુલ દ્વારા આ માટે એક નોટિસ પણ કાર્યકરોને પાઠવવામાં આવી છે અને કહેવાયુ છે કે, 'જય બાંગ્લા જય હિંદ' બોલીને જ વાત કરવી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જી સામે કેટલાક લોકોએ 24 પરગણા વિસ્તારમાં 'જય શ્રી રામ'ના નારા લગાવતા મમતાની કમાન છટકી હતી. તેમણે પોતાની કારમાંથી ઉતરીને નારા લગાવનારાઓને ધમકાવ્યા હતા.
First published: June 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...