મમતા બેનરજીએ ચાર રાજધાનીઓની માંગણી ઉઠાવી, કહ્યું- દેશની એક જ રાજધાની કેમ હોય?

મમતા બેનરજીએ ચાર રાજધાનીઓની માંગણી ઉઠાવી, કહ્યું- દેશની એક જ રાજધાની કેમ હોય?

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતીના (Netaji Subhash Chandra Bose)પ્રસંગે મમતા બેનરજીએ કોલકાતામાં એક રેલીને સંબોધિત કરી હતી

 • Share this:
  કોલકાતા : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ (Mamata Banerjee)માંગણી કરી છે કે દેશમાં ચાર રાજધાનીઓ હોવી જોઈએ. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતીના (Netaji Subhash Chandra Bose)પ્રસંગે કોલકાતામાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે મારું માનવું છે કે ભારતમાં 4 રાજધાનીઓ હોવી જોઈએ. અંગ્રેજોએ આખા દેશમાં કોલકાતાથી શાસન કર્યું હતું. આપણા દેશમાં ફક્ત એક જ રાજધાની કેમ હોવી જોઈએ.

  આ પહેલા નેતાજીની જયંતી પર ટીએમસી સુપ્રીમોએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતીને પરાક્રમ દિવસના રૂપમાં મનાવવાને લઈને બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે અમે આજે દેશનાયક દિવસ મનાવ્યો છે. રવીન્દ્રનાથ ટેગોરે નેતાજીને દેશનાયક કહ્યા હતા. આ પરાક્રમ શું છે? સીએમે કહ્યું કે જ્યારે નેતાજીએ ઇન્ડિયન નેશનલ આર્મીની રચના કરી તો તેમણે ગુજરાત, બંગાળ, તમિલનાડુના લોકો સહિત બધાને સાથ લીધા છે. તે અંગ્રેજોની ફૂટ ડાલો અને રાજ કરો નીતિ સામે ઉભા હતા.

  આ પણ વાંચો - રાજકોટ : પારડી ગામે પીવાના પાણીના પ્રશ્ને સર્જાઈ પારાયણ, મંત્રીએ ભાગવું પડ્યું!

  સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે હું આજથી પહેલા તેમની (નેતાજી સુભાષ ચંદ્ર) જયંતીને મનાવવા માટે કેન્દ્ર સરકારના નિર્ણય સામે પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માંગીશ. કેન્દ્ર પર પ્રહાર કરતા મમતાએ કહ્યું કે તેમણે મૂર્તિયોના નિર્માણ અને એક નવા સંસદ પરિસરમાં હજારો કરોડ રૂપિયા ખર્ચા કર્યા છે. અમે આઝાદ હિંદ સ્મારકનું નિર્માણ કરીશું. અમે બતાવીશું આ કેવી રીતે કરી શકાય છે.

  ઉલ્લેખનીય છે કે મમતા બેનરજીએ શનિવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતી પર તેમણે શ્રદ્ધાંજલિ આપતા એક ભવ્ય જુલુસની શરૂઆત કરી હતી. આ પહેલા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે 23 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રજા જાહેર કરવાની અપીલ કરી છે.
  Published by:Ashish Goyal
  First published: