પિતરાઈ દિયર સાથે મામીને કઢંગી હાલતમાં જોઈ ગયો 10 વર્ષનો ભાણો, પ્રેમી સાથે મળીને હત્યા કરી કૂવામાં ફેંક્યો

પિતરાઈ દિયર સાથે મામીને કઢંગી હાલતમાં જોઈ ગયો 10 વર્ષનો ભાણો, પ્રેમી સાથે મળીને હત્યા કરી કૂવામાં ફેંક્યો
પ્રતિકાત્મક તસવીર

પોલ ખુલ્યા બાદ ડરના કારણ કળીયુગી મામીએ પિતરાઈ દિયર સાથે મળીને બાળકને પોતાના રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો.

 • Share this:
  ગોડાઃ ઝારખંડના (Jharkhand) ગોડામાં ભાભી અને દિયરના આડા સંબંધો (Diyar-Bhabhi Love affair) 10 વર્ષના એક માસૂમની હત્યાનું (murder) કારણ બન્યો છે. 10 વર્ષનું બાળક પોતાની નાનીના ઘરે આવ્યું હતું. જ્યાં તેણે પોતાની મામીને તેના પિતરાઈ દિયર ને આપત્તિજનક હાલતમાં જોઈ ગયો હતો. હવે મહિલાને શંકા ગઈ કે બાળક તેના આડા સંબંધની વાત તેના પતિ અને અન્ય સંબંધીઓને કરશે.

  મહિલાને જે યુવક સાથે આડા સંબંધો હતા તે બીજું કોઈ નહીં તેના પતિનો પિતરાઈ ભાઈ જ હતો. મેહરમા બ્લોકના બેલવડ્ડા પોલીસ સ્ટેશન અંતર્ગત આવનારા સીમાનપુરી ગામની આ ઘટના હતી. પોલ ખુલ્યા બાદ ડરના કારણ કળીયુગી મામીએ પિતરાઈ દિયર સાથે મળીને બાળકને પોતાના રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો.  બંને જણાએ બાળકને લલચાવીને રૂમમાં બોલાવ્યો હતો. દિયર ભાભીએ ભેગા મળીને બાળકનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ તેની લાશને કૂવામાં ફેંકી દીધી હતી. બાળક ઘરમાંથી ગાયબ હોવાથી પરિવારજનો પરેશાન થયા હતા. અને તેને શોધવા માટે ભટક્યા બાદ પોલીસ સ્ટેશનમાં ગાયબ થયાની ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચોઃ-

  પોલીસ ઘટના સ્થળે પહોંચી તો મહિલાની વાતો ઉપરથી પોલીસને તેના પર શંકા ગઈ હતી. મહિલા અને તેના પિતરાઈ દિયરની કડકાઈથી પૂછપરથ કરતા બંનેએ ગુનો કબૂલ્યો હતો.  તપાસ અધિકારી એસડીપીઓ કામેશ્વર કુાર સિંહે જણાવ્યું કે આરોપી તરફથી કૂબલ કરાયેલા ગુનાનું કબૂલાતનામું જ તેની સામે મજૂબત ચાર્જશીટનો આધાર બનશે. સિંહ પ્રમાણે બંને આરોપીઓને જેલ ભેગા કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમને કડકમાં કડક સજા અપાવવા માટેની કોશિશ કરાશે.
  Published by:ankit patel
  First published:January 18, 2021, 16:46 pm