ધરણાં ખતમ કરતા મમતાએ કહ્યું- મોદી દિલ્હીથી રાજીનામું આપીને ગુજરાત પાછા ફરે

મમતા બેનર્જીએ આંધ્ર્ પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રા બાબુ નાયડુની ઉપસ્થિતીમાં ધરણાનો અંત આણ્યો હતો.

છેલ્લા લગભગ 48 કલાકથી સીબીઆઈની કથિત જોહુકમી સામે ધરણાં ઉપર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે સાંજે 6.22 કલાકે તેમના ગઠબંધનના મિત્રોની સલાહના અને વિનંતીના પગલે આખરે ધરણાંનો અંત આણ્યો છે.

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી:  છેલ્લા લગભગ 48 કલાકથી સીબીઆઈની કથિત જોહુકમી સામે ધરણાં ઉપર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે સાંજે 6.22 કલાકે તેમના ગઠબંધનના મિત્રોની સલાહના અને વિનંતીના પગલે આખરે ધરણાંનો અંત આણ્યો છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાચડુની હાજરીમાં ધરણા સમાપ્ત થવાની ઘોષણા કરતા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે હવે તેઓ આગામી લડાઈ દિલ્હીમાં લડશે. મમતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. મમતાએ કહ્યું હતું કે પીએમ મોદી દિલ્હીથી રાજીનામું આપીને ગુજરાત પાછા ફરે. દિલ્હીમાં એક વ્યક્તિની સરકાર છે, એક પાર્ટીની સરકાર ચાલી રહી છે.

    સીબીઆઈના અધિકારીઓ શારદા ચિટ ફન્ડ કેસની તપાસ અર્થે કોલકત્તાના કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી ગયા હતા. રાજીવ કુમારના બચાવમાં ઉતરી આવેલા મમતા બેનર્જીએ શનિવાર રાતથી કોલકત્તામાં મેટ્રો સ્ટેશનની બહાર ધરણા દીધા હતા. મમતા સરકારના આદેશના પગલે રાજીવ કુમારના બંગલે ઘસી આવેલા સીબીઆઈના અધિકારીઓને કોલકત્તા પોલીસે પકડીને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા બાદ સમગ્ર મામલો ગરમાયો હતો.

    સ્ટ્રીટ પોલિટિક્સ માટે જાણીતા મમતાએ આ મુદ્દે કેન્દ્રની એનડીએ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે મોરચો ખોલી દીધો હતો. રાજકીય નિવેદનો અને કેન્દ્ર વિરુદ્ધ રાજ્યની લડાઈ રાજકીય અખાડો બની ગઈ હતી. સોમવારે આ મુદ્દે સીબીઆઈ તપાસની પરવાનગી માંગવા સુપ્રીમ કોર્ટ પહોંચી હતી અને રાજીવ કુમારની ધરપકડની પરવાનગી માંગી હતી. જોકે, દેશના મુખ્ય ન્યાયાધીશે પુરાવાઓ રજૂ કરવા જણાવ્યું હતું.

    મંગળવારે સવારે સીબીઆઈ વર્સિસ વેસ્ટ બેન્ગાલની આ લડાઈમાં મહત્ત્તવપૂર્ણ હુકમ કર્યો હતો. ન્યાયાલયે જણાવ્યું હતું કે સીબીઆઈ કોલકત્તાના પોલીસ કમિશનની ધરપકડી નહીં કરી શકે પરંતુ પોલીસ કમિશનર રાજીવ કુમારે 28મી ફેબ્રુઆરીએ સીબીઆઈ સમક્ષ હાજર થવું પડશે.

    સુપ્રીમના આ નિર્ણયને મમતાએ લોકતંત્ર અને સંવિધાનની જીત ગણાવી હતી. સાંજ સુધી રાજકીય ઉતેજનાની વચ્ચે મમતા બેનર્જીએ ધરણા આટોપવાની જાહેરાત કરી હતી.
    Published by:Jay Mishra
    First published: