ન્યૂઝ18 ગુજરાતી : પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ પુરજોશમાં છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે ભાજપ પર નિશાન સાધ્યું હતું. કોલકાત્તાના રેડ રોડ ખાતે ઈદ-ઉલ-ફિતરના સમારોહમાં ભાગ લેવા પહોંચેલી મમતાએ ભાજપને ચેતાવણી આપી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું, “ ત્યાગનો પર્યાય એટલે હિંદુ, ઈમાનનો પર્યાય એટલે મુસ્લિમ,પ્રેમનો પર્યાસ એટલે ખ્રિસ્તી, બલિદાનનું પર્યાય એટલે શિખ, આ છે આપણું વ્હાલું હિંદુસ્તાન જેની રક્ષા આપણે કરીશું. ” આ તબક્કે મમતાએ નવો નારો આપતા કહ્યું હતું કે 'હમ સે જો ટકરાયેગા વો ચુર ચુર હો જાયેગા'
અગાઉ ઈદની પૂર્વ સંધ્યાએ મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના સીનિયર નેતા અભિષેક બેનર્જીએ ભાજપના નવા નારા 'જય મહાકાળી'નો મજાક ઉડાવતા કહ્યું હતું કે 'જય શ્રી રામ'ની ટીઆરપી ઘટી રહી હોવાથી ભાજપે નારો બદલી નાખ્યો છે.
ભાજપે મંગળવારે કહ્યું કે બંગાળ મહાકાળીની ભૂમિ છે અને રાજ્યમાં 'જય શ્રી રામ' અને 'જય મહાકાળી' ભાજપનો નારો હશે. ગેસની કિંમતના વધારાનો વિરોધ કરવા યોજાયેલી રેલીમાં અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે ભાજપે જય શ્રી રામના નારાને બદલવાનો નિર્ણય કર્યો છે. કારણ કે રામની ટીઆરપી ઘટી રહી છે. એ લોકો રાજકારણ સાથે ધર્મને જોડી રહ્યાં છે.
ભાજપે જય મહાકાળીનો નારો આપ્યો એ પહેલાં ટીએમસીએ ભાજપને બહારની પાર્ટી અને બંગાળની અસ્મિતાને ન સમજનારી પાર્ટી ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં 42માંથી 48 બેઠકો પર ભાજપની જીત થયાલ બાદ ટીએમસની બેઠકો 34થી ઘટીને 22 થઈ ગઈ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર